ભારતીય મૂળના ભવ્ય સુનેજાની કેપટનશિપ હેઠળનું ઇન્ડોનેશિયાનું વિમાન દરિયામાં ગાયબ : 189 ઉતારુઓ સાથેના વિમાને ઉડાન ભર્યાની 13 મિનિટમાં જ સંપર્ક ગુમાવ્યો
જાકાર્તા : ઇન્ડોનેશીયાના જાકાર્તામાં આજે સવારે એક ભયાનક વિમાન અકસ્માત થયો છે. અહીં લોયન એરનું વિમાન અહીંથી ઉડયન ભર્યા બાદ માત્ર ૧૩ મીનીટમાં જ ક્રેશ થઇ ગયુ હતું. આજે સવારે આ વિમાને ઉડયન શરૂ કર્યુ કે તરત જ ૧૩ મિનીટમાં તેનો સંપર્ક તુટી ગયો હતો. તે પછી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જે વિમાન ક્રેશ થયું તે બોઇંગ ૭૩૭ મેકસ ૮ છે જેમાં 189 યાત્રી હતાં. આ વિમાન બે મહિના પહેલા જ લોયન એરને મળ્યું હતું. વિમાનનો સંપર્ક તુટયો ત્યારે અચાનક તેની ઉંચાઇમાં લગભગ ર૦૦૦ ફુટનો ઘટાડો થયો હતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે જાવા સમુદ્ર પાસે વિમાનના ટૂકડા જોવા મળ્યા હતાં.
આ વિમાનના કેપ્ટ્ન તરીકે ભારતીય મૂળના 31 વર્ષીય શ્રી ભવ્ય સુનેજા હતા જેઓ 6000 જેટલી કલાકોના ઉડાનનો અનુભવ ધરાવતા હતા.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.