એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 29th September 2020

યુ.એસ.માં ટ્રીસ્ટેટના સૌથી મોટા નોનપ્રોફિટ ઓર્ગેનાઇઝેશન FIA ના ઉપક્રમે ગોલ્ડન જ્યુબેલી વર્ષની ઉજવણી ચાલુ : ભારતીય સંસ્કૃતિ મુજબ જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવાનો સંકલ્પ : જીવન જરૂરી કિટ્સનું વિતરણ ,સહીત વિવિધ સેવાકીય પ્રકલ્પોમાં સ્પોન્સર બની જોડાવા અનુરોધ

ન્યુયોર્ક : 1970 ની સાલમાં સ્થપાયેલા ફેડરેશન ઓફ ઇન્ડિયન અમેરિકન્સ ( FIA ) ન્યુયોર્ક ,ન્યુજર્સી , કનેક્ટીકટ ટ્રીસ્ટેટ ની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગોલ્ડન જ્યુબિલી વર્ષ ઉજવાઈ રહ્યું છે.આ પચાસ વર્ષની યાત્રા દરમિયાન કરાયેલી કોમ્યુનિટી સેવા દર્શાવાઈ રહી છે.તેમજ આ સેવાઓ ચાલુ રાખવા હાલની યંગ અને ઉત્સાહી લીડરશીપ દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
           જે અંતર્ગત જરૂરિયાતમંદ લોકોને જીવન જરૂરી ચીજોની કીટ્સ ,કોવિદ -19 સંજોગોમાં માસ્ક વિતરણ સહીત સેવાકીય પ્રવૃતિઓ કરાઈ રહી છે.ઓર્ગેનાઇઝેશન દ્વારા ભારતીય  સંસ્કૃતિ મુજબ કરાઈ રહેલી આ સેવાઓમાં જોડાવા તમામને અનુરોધ કરાયો છે.
           જે માટે વિવિધ સ્પોનશરશિપ યોજના અમલી બનાવાઈ છે.જે મુજબ 1 હજાર  ડોલર આપનાર દાતા પ્લેટિનમ સ્પોન્સર ગણાશે.500 ડોલર આપવાથી ગોલ્ડ સ્પોન્સર તરીકે તથા 250  ડોલર આપવાથી સિલ્વર સ્પોન્સર તરીકેનું બિરુદ આપવામાં આવશે.જોગાનુજોગ હાલમાં પવિત્ર પરસોતમ માસ ચાલી રહ્યો છે.જેથી આ સેવાકીય પ્રવૃત્તિ માટે ભારતીય સંસ્કૃતિ મુજબ ડોનેશન આપવાની ઉત્તમ તક છે.
            ઓર્ગેનાઈઝેશનને આપવામાં આવતું ડોનેશન ટેક્સ ફ્રી છે.ડોનેશન આપવા માટે શ્રી અમિત રિંગસીયા ,49 ,વાયોલેટ કોર્ટ ,મોનરો ,ન્યુજર્સીનો સંપર્ક સાધી શકાશે. FIA દ્વારા ચલાવતી વિવિધ સેવાકીય માહિતીઓ ઓર્ગેનાઈઝેશનની વેબસાઈટ www.fianynjct.org દ્વારા મેળવી શકાશે.તેવું  ડાએસ્પોરા  દ્વારા જાણવા મળે છે.

(7:13 pm IST)