News of Wednesday, 29th August 2018
ગર્લફ્રેન્ડ કોપાયમાન : યુ.કે.માં નશો કરી ડ્રાયવીંગ કરી રહેલા ભારતીય મૂળના કમલજીતની ધરપકડ કરાવી દીધી : 17 માસ માટે ડ્રાયવીંગ લાઇસન્સ રદ
લંડન :નશો કરી ડ્રાંઇવિંગ કરવાના આરોપસર યુ.કે.સ્થિત ભારતીય મૂળના કમલજીત સાગુનું ડ્રાંઈવિંગ લાઇસન્સ 17 માસ માટે રદ કરાયું છે.તથા તેને દંડ કરાયો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
પોતાનો 44 મોં જન્મદિવસ ઉજવવા ગર્લફ્રેન્ડ સાથે કારમાં જઈ રહેલો 44 વર્સીય કમલજીત નશો કરી રફ ડ્રાયવીંગ કરતો હોવાથી તે સિગારેટ લેવા ઉભો રહ્યો ત્યારે ગુસ્સે થયેલી તેની ગર્લફ્રેન્ડએ પોલીસને ફોન કરી દેતા તેની ધરપકડ થઇ હતી.બાદમાં અદાલતે તેને ઉપરોક્ત શિક્ષા ફરમાવી હતી.
(12:12 pm IST)