અમેરિકાના ફ્લોરિડામાં ભારતીય મૂળની મહિલા નર્સની ચાકુ મારી હત્યા : પતિ પત્ની વચ્ચેના ઘરેલુ ઝઘડાનો કરૂણ અંજામ
ફ્લોરિડા : અમેરિકાના સાઉથ ફ્લોરિડામાં ભારતીય મૂળની મહિલા નર્સ 26 વર્ષીય મેરિન જોયની ચાકુ મારી હત્યા કરાઈ હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
પ્રાપ્ત વિગત મુજબ આ મલયાલી મહિલા કોરલ સ્પ્રિંગ હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી હતી. જ્યાં હોસ્પિટલ બહાર આ નર્સને ખુદ તેના પતિ 34 વર્ષીય ફિલિપ્સ મેથ્યુએ ઉપરાછાપરી ચાકુના ઘા મારી દીધા હતા.નર્સને લોહી તરબોળ હાલતમાં તાત્કાલિક હોસ્પિટલે લઇ જવાઈ હતી જ્યાં તેનું મૃત્યુ થયું હતું.
નર્સના પતિ ફિલિપ્સની ધરપકડ થઇ છે.તેણે પોતે પણ પત્નીને ચાકુના ઘા માર્યા પછી પોતાના શરીરમાં પણ ઘા મારતા તેને હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
હત્યાના કારણમાં ઘરેલુ ઝઘડો જવાબદાર હોવાનું માનવામાં આવે છે. મહિલા તેના પતિ સાથે અણબનાવ હોવાથી અલગ રહેતી હતી.તથા નોકરી મૂકી દેવાની તૈયારીમાં હતી.તેના પતિ ઉપર ફર્સ્ટ ડિગ્રી મર્ડરનો આરોપ લગાવાયો છે.