એન. આર. આઈ. સમાચાર
News of Friday, 29th June 2018

સિંગાપોર સુપ્રીમ કોર્ટના જ્યુડિશિયલ કમિશ્નર તરીકે ભારતીય મૂળના શ્રી દેદારસિંઘ ગીલની નિમણુંક: 3 ઓગ.2018 થી હોદ્દો સંભાળશે

સિંગાપોર: સિંગાપોર સ્થિત ભારતીય મૂળના લોયર 59 વર્ષીય શ્રી દેદાર સીંઘ ગીલની નિમણુંક સુપ્રીમ કોર્ટના જ્યુડિશિયલ કમિશ્નર તરીકે થઇ છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

    પ્રેસિડન્ટ હલીમહ યાકોબએ 2 વર્ષ માટે તેમને ઉપરોક્ત હોદા ઉપર નિમ્યા છે.તેઓ 3 ઓગ.2018થી હોદ્દો સંભાળશે.તથા દિવસે તેમની સોગંદવિધિ થશે.

   તેઓ નેશનલ યુનિવર્સીટી ઓફ સિંગાપોરના 1983ની સાલના ગ્રેજ્યુએટ છે.તથા લોયર તરીકેનો 30 વર્ષનો અનુભવ ધરાવે છે.તેમની નિમણૂકથી હવે સિંગાપોરની સુપ્રીમ કોર્ટમાં કુલ જજની સંખ્યા 21ની થશે.જેમાં 4 ચીફ જસ્ટિસ,6 જ્યુડિશનલ કમિશ્નર,4 સીનીઅર જજ,તથા 15 ઇન્ટરનેશનલ જજ હશે.

(6:22 pm IST)