એન. આર. આઈ. સમાચાર
News of Friday, 29th June 2018

અમેરિકાની સુપ્રીમ કોર્ટના જજ માટેની યાદીમાં સ્થાન મેળવતા ઇન્ડિયન અમેરિકન ધારાશાસ્ત્રી શ્રી અમુલ થાપર : પ્રેસિડન્ટ ટ્રમ્પ દ્વારા પસંદ થવાની શક્યતા

વોશિંગટન: ઇન્ડિયન અમેરિકન વિદ્વાન ધારાશાસ્ત્રી શ્રી અમુલ થાપરએ અમેરિકાની સુપ્રીમ કોર્ટના જજ તરીકે પસંદ કરાયેલા 25 જજની ટૂંકી યાદીમાં સ્થાન મેળવ્યું છે.વર્તમાન જજ એન્થોની કેનેડીની ઉંમર 81 વર્ષની થઇ ગઈ હોવાથી તેઓ નિવૃત થવા માંગે છે. તેમના સ્થાન ઉપર પસંદગી કરવાની કવાયત શરૂ થઇ ગઈ છે. જે અંતર્ગત 25 જજની ટૂંકી યાદી તૈયાર કરાઈ છે.જે પૈકી કોઈ એકની પસંદગી પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરશે.જેને સેનેટની માન્યતા મલ્યે સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણુંક અપાશે.તેવું સ્થાનિક મીડિયા સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:06 pm IST)