એન. આર. આઈ. સમાચાર
News of Friday, 29th May 2020

પાકિસ્તાન એરપોર્ટ ઉપર કરાતા ચેકિંગમાં લોલમલોલ : 22 મે ના રોજ થયેલા પ્લેન ક્રેશના સામાનમાંથી 3 કરોડ રૂપિયાની ચલણી નોટો નીકળી

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં 22 મે ના રોજ થયેલા પ્લેન ક્રેશથી તેમાં બેઠેલા અને   ક્રૂ મેમ્બર સહિત 99 લોકો હતા, જેમાંથી માત્ર 2ના જીવ બચી શક્યા હતા.  હવે  આ પ્લેનનો કાટમાળ ખસેડવાની કામગીરી થઇ રહી છે તેવા સંજોગોમાં કાટમાળમાં રહેલા મુસાફરોના સામાનમાં પડેલી 2 બેગમાંથી 3 કરોડ  રૂપિયાની જુદા જુદા દેશોની ચલણી નોટ મળી આવી છે.

સામાનનું ચેકીંગ કરી રહેલા અધિકારીઓ અચંબામાં મુકાઈ ગયા છે.તેમના મત મુજબ પ્લેનમાં બેઠેલા લોકોના સામાનનું એરપોર્ટ ઉપર ચેકીંગ કરતી વખતે આ બાબત કેમ ધ્યાનમાં નહીં આવી હોય ?
ઉલ્લેખનીય છે કે 22 મેના રોજ લાહોરથી કરાચી જઈ રહેલું પ્લેન લેન્ડિગની થોડી મિનિટ પહેલા ક્રેશ થઈ ગયું હતું. પ્લેનમાં ક્રૂ મેમ્બર સહિત 99 લોકો હતા, જેમાંથી માત્ર 2ના જીવ બચી શક્યા હતા. મૃતકો 97 લોકોમાં 9 બાળકો હતા. દુર્ઘટના કરાચી ઈન્ટરનેશનલ એરપોર્ટ પાસે રહેણાક વિસ્તારમાં બની હતી.
આ માટે પાકિસ્તાની મીડિયાના જણાવ્યા પ્રમાણે, પાયલટની ભૂલો સામે આવી છે. એર ટ્રાફિક કંટ્રોલે પાલયટને ત્રણ વોર્નિંગ આપી હતી, પણ તેનું ધ્યાન નહોંતુ ગયું. બીજી બાજુ પાકિસ્તાનના પાયલટ્સ એસોસિએશને દુર્ઘટનાની તપાસ માટે બનાવેલી કમિટિ પર સવાલ કર્યા છે. એસોસિએશનના જણાવ્યા પ્રમાણે, તપાસ ટીમમાં એક પણ કોમર્શિયલ પાયલટ નહોતો, જ્યારે ક્રેશ થનારું એરક્રાફ્ટ કોમર્શિયલ હતું.

(12:51 pm IST)