એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 28th May 2020

અમેરિકાના દલાસમાં કોવિદ - 19 મહામારી વચ્ચે માનવ સેવા : સુરતી લેવા પાટીદાર સમાજ (SLP), ઈરવીંગ સેવા ઈન્ટરનેશનલ, આસ્થા ચેરીટી, હિન્દુ સ્વયંસેવક સંઘ, હિન્દુ અમેરીકન મધુબાન ધામ ઈન્ડીયા બઝાર (ગ્રોસરી) સહિતની સેવાભાવી સંસ્થાઓનું પ્રશંસનીય કૃત્ય

દલાસ :  અમેરીકાના દલાસ ખાતે ' કરોના ' સંદર્ભે ' માનવ સેવાઓ  આપવા સુરતી લેવા પાટીદાર સમાજ (SLP), ઈરવીંગ સેવા ઈન્ટરનેશનલ , આસ્થા ચેરીટી , હિન્દુ સ્વયંસેવક  સંઘ, હિન્દુ અમેરીકન મધુબાન ધામ ઈન્ડીયા બઝાર (ગ્રોસરી) અને અન્ય સંસ્થા દ્વારા સુરતી લેવા પાટીદાર સમાજના પાર્કીંગ પ્લોટ માં તારીખ ૧૭ મી મેં ના રોજ લગભગ ૪૦૦ થી ૫૦૦ ગ્રોસરી બેગો તૈયાર કરવામાં આવી  હતી. અને ઈરવીંગ ની આજુ-બાજુ વસતા ભાઈ બહેનો જેમને જરુરીયાત હતી તેવા મેક્સીકન , બ્લેક પીપલ વગેરેને ફ્રી આપવામાં આવેલ. સદર બેગો માં અનાજ,તેલ,કઠોર,અન્ય ફુડના દબ્બા,સેનીટાઈઝર,માસ્ક મુકવામાં આવેલ. આ માટે જરૂરીઆત વાળા પીપલ પોતાની કાર લઈ આ પાર્કિંગ પ્લોટ માં આવી પોતાની ડીકી ખોલીને ઊભા રહેતા હતા અને સ્વયંમ સેવક ભાઈ ઓ આ બેગ તેમની કારમાં મુકી આપતા હતા.

 આ સમયે ઈરવીંગ ના મેયર mr. RICK STOPER એ ખાસ હાજર રહીને ખૂબ જ સુંદર સહકાર આપ્યો હતો.સુરતી લેવા પાટીદાર અને સેવા ઈન્ટરનેશનલ વોલન્ટીયર ભાઈઓ અને બહેનો એ ખૂબજ મહેનત કરી હતી અને આ કાર્યમાં સૌએ શોશીયલ ડીસ્ટન્સ નું પાલન કરેલ અને સૌએ ગ્લોઝ અને માસ્ક પણ પહેર્યા હતા.

 આ કાર્યમાં  ફોટોગાફી અને વિડિઓ ગ્રાફી માં મુકેશ મિસ્ત્રી અને પાર્થ મિસ્ત્રી એ સેવા પ્રદાન કરી હતી. તેમજ SLP નાં પ્રમુખ અને તેમની ટીમે ખડે પગે ઉભા રહી સુંદર સહકાર આપ્યો હતો.તેમજ આ કાર્ય માં $2000/ ડોનેશન આપ્યું હતું.તેવું  માહિતી અને ફોટો સૌજન્ય શ્રી સુભાષ શાહ, દલાસ દ્વારા જાણવા મળે છે.

(10:02 am IST)