એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 28th May 2020

" કોવિદ-19 એન્ટિબોડી ટેસ્ટિંગ : યુ.એસ.માં ઇન્ડિયન હેલ્થકૅમ્પ ઓફ ન્યૂજર્સીના ઉપક્રમે શરૂ કરાયેલી સેવા : કોરોના વોરિયર્સ, તેમજ કોરોના લક્ષણો ધરાવતા લોકો માટે વિનામૂલ્યે લેબ.ટેસ્ટ

દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : યુ.એસ.માં રોગો થતા અટકાવી તંદુરસ્ત જીવનશૈલી માટે કાર્યરત ઇન્ડિયન હેલ્થકૅમ્પ ઓફ ન્યૂજર્સીના ઉપક્રમે હેમાટોલોજી એન્ડ ઓન્કોલોજી ના સહકાર સાથે કોવિદ -19 એન્ટિબોડી ટેસ્ટીંગનું આયોજન કરાયું છે.એફડીએ દ્વારા અધિકૃત આ એન્ટિબોડી ટેસ્ટિંગનો લાભ ફ્રન્ટલાઈન હેલ્થકેર વર્કર્સ ,લો એન્ફોર્સમેન્ટ ઓફિસર્સ ,તથા વર્તમાન કોરોના મહામારીના સંજોગો વચ્ચે આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા લોકો ,ઉપરાંત જેમણે અગાઉ કોવિદ -19 એન્ટિજેન ટેસ્ટ કરાવ્યો ન હોય અને જેમને વારંવાર તાવ આવતો હોય અથવા કોરોનાના લક્ષણોની શંકા હોય તે તમામ વિનામૂલ્યે લઇ શકે છે.

આ માટે એડિશનમાં ઓક ટ્રી રોડ ઉપર આવેલી ,ફિઝિશિયન દ્વારા માન્ય કરાયેલી ,લેબમાં ટેસ્ટ કરાવી શકાશે જે માટે કોન્ટેક નં 732-913-8500 દ્વારા એપોઇન્ટમેન્ટ લેવાની રહેશે જ્યાં બ્લડ ટેસ્ટ દ્વારા તુરંત રિઝલ્ટ મેળવી શકાશે . જો તમે કોઈપણ જાતનો ઈન્સ્યુરન્સ ધરાવતા હો તો તેનું કાર્ડ સાથે લઇ જવું .તમારે ટેસ્ટિંગ માટે કોઈપણ જાતનો ચાર્જ ચૂકવવાનો રહેશે નહીં .આ સેવા ઇન્ડિયન હેલ્થકૅમ્પ ઓફ ન્યુજર્સી તથા Indus TV ના સહયોગ સાથે આપવામાં આવે છે.

આ બ્લડ ટેસ્ટથી તમારા શરીરમાં કોવિદ-19 નો પ્રતિકાર કરવાની શક્તિ છે કે કેમ તે જાણી શકાશે .

જો તમને હાલમાં તાવ આવતો હોય ,કફ રહેતા હોય ,શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય ,થાક વર્તાતો હોય,મસલ્સનો દુખાવો રહેતો હોય,છાતીમાં દુખાવો થતો હોય,અથવા સ્વાદની ખબર પડતી ન હોય ,જેવા કોઈપણ લક્ષણો છેલ્લા 3 દિવસ દરમિયાન દેખાતા હોય તો તમે તમારા ફિઝિશિયન અથવા ઇમર્જન્સી મેડિકલ કેરનો તાત્કાલિક સંપર્ક કરો.
એન્ટિબોડી ટેસ્ટિંગ સેવા વિષે તમારા મિત્રવર્તુળને જાણ કરો.અપોઈન્ટમેન્ટ લેવામાં કોઈ મુશ્કેલી જણાય તો tpatel434@yahoo.com  દ્વારા અથવા કોન્ટેક નં 848-391-0499 દ્વારા સંપર્ક કરો.તેવું IHCNJ  વતી ડો.તુષાર બી.પટેલની યાદી જણાવે છે.

(11:56 am IST)