એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 26th May 2020

ઇન્ડિયન અમેરિકન ડોક્ટર તબીબે સસ્તું અને પોર્ટેબલ વેન્ટિલર બનાવ્યું : માત્ર 100 ડોલરની કિંમત : ભારત સહિતના દેશોમાં નિકાસ કરાશે

વોશિંગટન : યુ.એસ.સ્થિત ઇન્ડિયન અમેરિકન તબીબ દંપતીએ બેહદ સસ્તું અને પોર્ટેબલ વેન્ટિલર બનાવ્યું છે. ત્રણ જ સપ્તાહમાં તૈયાર કરાયેલું આ વેન્ટિલેટર કોરોના વાઇરસ સંક્રમિત દર્દીઓના ઈલાજ માટે ઉપયોગી થશે.જેનું ઉત્પાદન શરૂ કરી દેવાયું છે.તથા તે ભારત સહિતના દેશોમાં નિકાસ કરાશે

આ તબીબ દંપતી પૈકી ડો.દેવેશ રંજન  જોર્જિયા ટેકની જોર્જ ડબલ્યુ વુડરફ સ્કૂલ ઓફ મિકેનિકલ એન્જીનીઅરીંગમાં પ્રોફેસર તરીકે સેવાઓ આપે છે.તથા તેમના પત્ની ડો.કુમુદ રંજન એટલાન્ટામાં રહે છે.જેઓએ માત્ર ત્રણ સપ્તાહના સમયમાં જ આ વેન્ટિલેટર તૈયાર કરી બતાવ્યું છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:45 pm IST)