એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 29th May 2019

દર વર્ષે વિશ્વમાંથી ૧૬૦૦૦ જેટલા બાળકો ગૂમ થાય છેઃ વંચિત બાળકો માટે કાર્યરત UNICEFના ઉપક્રમે યુ.એસ.ના હયુસ્ટનમાં યોજાયેલા ફંડ રાઇઝીંગ પ્રોગ્રામમાં ૧ મિલીયન ડોલર ભેગા થઇ ગયાઃ દાતાઓ તથા ડીરેકટરોનું બહુમાન કરાયું

હયુસ્ટનઃ યુ.એસ.ના હયુસ્ટનમાં ૩મે ૨૦૧૯ના રોજ UNICEFના ઉપક્રમે યોજાઇ ગયેલા ગાલા પ્રોગ્રામમાં વંચિત બાળકો માટે એક મિલીઅન ડોલરનું ફંડ ભેગુ થઇ ગયું હતું.

આ તકે દાતાઓ તથા UNICEF સાથે જોડાયેલા અગ્રણીઓનું બહુમાન કરાયું હતું. તથા વિશ્વના વંચિત બાળકો માટે UNICEF દ્વારા કરાતી કામગીરીનો શોર્ટ વીડિયો દર્શાવાયો મુજબ દર વર્ષે વિશ્વમાંથી ૧૬ હજાર જેટલા બાળકો ગુમ થાય છે. જેમની સુરક્ષા તથા પાલન પોષણ માટે UNICEF કાર્યરત હોવાનું જણાવાયું હતું.

મનોરંજ ન તથા ડિનર પ્રોગ્રામ બાદ ફંડ રાઇઝીંગ પ્રોગ્રામ પૂર્ણ થયો હતો તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(8:20 pm IST)