News of Wednesday, 29th May 2019
૧ લાખ ડોલરના 'નાઇન ડોટસ પ્રાઇઝ' માટે ભારતીય મૂળની લેખિકા સુશ્રી એની જૈદીની પસંદગી
લંડનઃ ભારતીય મૂળની લેખિકા સુશ્રી એની જૈદીની પસંદગી ૧ લાખ ડોલરના ૨૦૧૯ની સાલના 'નાઇન ડોટસ પ્રાઇઝ' માટે થઇ છે.
વિશ્વભરના સમાન વિચારો તથા મુદાઓને વાચા આપવા બદલ ભારતીય મૂળના લેખિકા સુશ્રી ઐનીને તેમના પુસ્તક પ્રવિષ્ટી બ્રેડ, સીમેન્ટ, કૈકટસ માટે આ પુરસ્કાર આપવાનું નક્કી થયું છે. તેઓ નિબંધ, લઘુ કથાઓ, કવિતા, નાટકો વગેરે લખે છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
(8:16 pm IST)