એન. આર. આઈ. સમાચાર
News of Monday, 27th May 2019

પાકિસ્તાનમાં આવેલ ગુરુ નાનક પેલેસ ધ્વસ્ત : રેવન્યુ રેકર્ડમાં નોંધ ન હોવાનો તંત્રનો લૂલો બચાવ

લાહોર : પાકિસ્તાનના નરોવાલમાં આવેલો 400 વર્ષ જૂનો પ્રાચીન ગુરુ નાનક પેલેસ ધ્વસ્ત કરી દેવાયો હોવાનું જાણવા મળે છે.આ બાબતે તંત્રએ કરેલા લુલા બચાવ મુજબ જુના રેકોર્ડમાં આ પેલેસનો ક્યાંય ઉલ્લેખ જોવા મળ્યો નથી.હકીકતમાં મોટી સંખ્યામાં દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ અહીં આવતા હતા.પાક મીડિયા અનુસાર, ગુરૂ નાનક પેલેસ બિલ્ડીંગ ચાર માળનું હતું. ભવનની દિવાલો પર ગુરૂ નાનકની સાથે અનેક ભારતીય શાસકોની તસવીરો લગાવેલી હતી.

ભવનમાં 16 રૂમ હતા. દરેક રૂમમાં ત્રણ દરવાજા સાથે હવા માટે ચાર વેન્ટિલેટર પણ બનાવવામાં આવ્યા હતા.પેલેસનું નિર્માણ મધ્યકાલીન વાસ્તુ અનુસાર કરવામાં આવેલું હતું . સ્થાનિક લોકોનું કહેવું છે કે, વક્ફ મહકમને આ અંગે સુચના આપવામાં આવી હતી, પરંતુ કોઇ પણ અધિકારી ઘટનાસ્થળે નથી પહોંચી શક્યા નહોતા.

નારોવાલના ડીસી (ડેપ્યુટી કમિશનર) વાહિદ અસગરનું કહેવું છે કે, રેવન્યૂ રેકોર્ડમાં પેલેસનો ઉલ્લેખ નથી. ભવન ઐતિહાસિક હતો, જેના કારણે મ્યુનિસિપાલ કમિટીનો રેકોર્ડ જોવામાં આવી રહ્યો છે. તેઓનું કહેવું છે કે, ભવનના માલિક અંગે હજુ સુધી કોઇ જાણકારી નથી.

(6:01 pm IST)