એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 29th February 2020

" ઇઝ ઇન્ડિયા હેવ એની ઇમેજ પ્રોબ્લેમ ? " : બ્રિટનમાં ભારતની પ્રતિષ્ઠા વિષે શૃંખલા શરૂ : નાગરિકતા કાનૂન ,જમ્મુ કાશ્મીરમાંથી 370 મી કલમની નાબુદી ,સહિતના પ્રશ્નો અંગે ચર્ચાઓ થઇ

લંડન : ઇઝ ઇન્ડિયા હેવ એની ઇમેજ પ્રોબ્લેમ ? નામથી બ્રિટનમાં ગુરુવારથી  વૈશ્વિક ચર્ચા કરતી નવી શૃંખલા શરૂ થઇ છે.જેમાં ભારતની આંતર રાષ્ટ્રીય પ્રતિષ્ઠા વિષે ચર્ચાને સ્થાન અપાયું છે.જે અંતર્ગત નાગરિકતા સંશોધન કાનૂન ,જમ્મુ કાશ્મીરમાંથી 370 મી કલમ દૂર કરવાનું પગલું સહિતના પ્રશ્નો ચર્ચવામાં આવ્યા હતા.જે અંગે ઉપસ્થિત જુદા જુદા અગ્રણીઓએ મંતવ્યો વ્યક્ત કર્યા હતા.
ચર્ચામાં શામેલ મહાનુભાવોમાં વિદેશ મંત્રાલય સલાહકાર અશોક મલેક ,અર્થશાસ્ત્રી તથા લેખક લોર્ડ મેઘનાથ દેસાઈ ,વેદાન્તા રીસોર્સીસ પ્રમુખ અનિલ અગ્રવાલ ,બૉલીવુડ અભિનેતા વિવેક ઓબેરોય ,ઓસ્ટ્રેલિયાના સર લીન્ટન ક્રોસ્બી સહિતનાઓનો સમાવેશ થતો હતો.

(12:28 pm IST)