એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 26th December 2020

યુ.એસ.માં ' હિન્દુઝ ઓફ ગ્રેટર હ્યુસ્ટન ' ના ઉપક્રમે 2020 યુથ એવોર્ડનું વિતરણ કરાયું : વલ્લભ પ્રીતિ સેવા સંઘ હ્યુસ્ટનના ઉપક્રમે કોમ્યુનિટી માટે વિશેષ યોગદાન આપનાર 10 યુવાનું વર્ચ્યુઅલ બહુમાન કરાયું : ચીફ ગેસ્ટ તરીકે કોન્સ્યુલ જનરલ શ્રી અસીમ મહાજને હાજરી આપી

હ્યુસ્ટન : તાજેતરમાં યુ.એસ.માં ' હિન્દુઝ ઓફ ગ્રેટર હ્યુસ્ટન ' ના ઉપક્રમે 2020 યુથ એવોર્ડનું વિતરણ કરાયું હતું.જે અંતર્ગત વલ્લભ પ્રીતિ સેવા સંઘ હ્યુસ્ટનના ઉપક્રમે કોમ્યુનિટી માટે વિશેષ યોગદાન આપનાર 10 યુવાનું બહુમાન કરાયું હતું.આ તકે ચીફ ગેસ્ટ તરીકે કોન્સ્યુલ જનરલ શ્રી અસીમ મહાજને હાજરી આપી હતી.

એવોર્ડથી સન્માનિત થનાર યુવા સમૂહમાં શ્રી અનીશ નાયક ( સેવા ઇન્ટરનેશનલ ) શ્રી અનુશા સત્યનારાયણન ( ગાંધી મ્યુઝિયમ )  ,શ્રી નિથયા રમન કુલાંગરા ( શ્રી મીનાક્ષી ટેમ્પલ )   ,શ્રી સંદીપ પ્રભાકર ( ગ્લોબલ ઓર્ગે.ઓફ ડિવિનિટી )  ,શ્રી ક્રુથી પટેલ ( બી.એ.પી.એસ. )  ,શ્રી વિપશ્ચિત નંદા ( આર્ય સમાજ ) શ્રી અભિમન્યુ અગરવાલ ( હિન્દૂ હેરિટેજ ) ,શ્રી રાજિત શાહ ( વલ્લભ વિદ્યા મંદિર ) ,શ્રી નમિતા પેલ્લોડ ( સનાતન હિન્દૂ ધર્મ ) ,તથા શ્રી કોમલ લુથરા ( યંગ હિન્દુઝ ) નો સમાવેશ થાય છે.જેઓએ હિન્દૂ સંસ્કૃતિના પ્રચાર તથા પ્રસારમાં મહત્વનું યોગદાન આપ્યું છે.

(6:51 pm IST)