એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 30th July 2020

અમેરિકામાં પ્રેસિડન્ટ પદની ચૂંટણીનું રાજકારણ ગરમાયુ : રશિયા હસ્તક્ષેપ કરી રહ્યું હોવાનો ડોનાલ્ડ ટ્રમ્પનો આક્ષેપ

વોશિંગટન : અમેરિકામાં પ્રેસિડન્ટ પદની ચૂંટણીનું રાજકારણ ગરમાયુ હોવાનું જાણવા મળે છે.જે મુજબ નવેમ્બર માસમાં યોજાનારી ચૂંટણી પહેલા રશિયા પોતાની વેબસાઈટ મારફત અમેરિકાના મતદારોને ગેરમાર્ગે દોરી રહ્યું હોવાનો આક્ષેપ વર્તમાન પ્રેસિડન્ટ અને પ્રેસિડન્ટ પદના રિપબ્લિક ઉમેદવાર ડોનાલ્ડ ટ્ર્મપે કર્યો છે.

જે મુજબ અમેરિકાની સેનાએ જ કોરોનાવાઈરસ બનાવ્યો હતો. જ્યારે કે ટ્રમ્પ શરૂઆતથી જ કહેતા રહ્યા છે કે, કોરોના ચીનની લેબમાં બન્યો હતો. જીઆરયુના કહેવાથી વેબસાઈટોએ મેથી જુલાઈ દરમિયાન અમેરિકા અને કોરોના અંગે લગભગ 150 ભ્રામક લેખ પ્રકાશિત કર્યા છે. એલાયન્સ ફોર સિક્યોરિંગ ડેમોક્રસીના ડિરેક્ટર લારા રોસેનબર્ગરે પણ કહ્યું કે, અમેરિકન મતદારોને ગેરમાર્ગે દોરવા રશિયાની જાસુસી એજન્સીઓ કેન્દ્રીય ભૂમિકામાં છે.

અમેરિકાના અધિકારી સાઈબર સિક્યોરિટી એજન્સી મેડિએન્ટના એક રિપોર્ટ પર ચર્ચા કરતા હતા. એ દરમિયાન વાત આવી કે, પૂર્વ યુરોપમાં નાટોની બદનામી અને કોરોના અંગે ખોટી માહિતી ફેલાવાનું અભિયાન ચાલી રહ્યું છે. જોકે, મેડિએન્ટના રિપોર્ટમાં રશિયાની એજન્સીઓનો ઉલ્લેખ ન હતો, પરંતુ એ નોંધવામાં આવ્યું કે, આ અભિયાન સાથે રશિયાના હિત જોડાયેલા છે.

આના બચાવમાં રાશિએ કહ્યું હતું કે  રશિયાની એજન્સી જાસૂસી  માટે કામ કરતી નથી. તેના પર લગાવાયેલા આરોપ અનુચિત છે. રશિયા અંગે અમેરિકાના અધિકારી જ ખોટી માહિતી ફેલાવી રહ્યા છે. આ અધિકારીઓનો હેતુ ટ્રમ્પને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીતવા ન દેવાનો છે.

(11:09 am IST)