એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 28th November 2020

કોવિદ - 19 : ફ્રન્ટલાઈન હીરોનું સન્માન : યુનાઇટેડ ગુજરાતી ક્રિશ્ચિયન ઓફ અમેરિકા ( UGCOA ) દ્વારા યુ.એસ.એ.અને કેનેડામાં વસતા ગુજરાતી સમાજના 200 જેટલા ફ્રન્ટલાઈન હીરોનું પ્રમાણપત્ર આપીને સન્માન કરાયું

વોશિંગટન : તાજેતરમાં યુનાઇટેડ ગુજરાતી ક્રિશ્ચિયન ઓફ અમેરિકા ( UGCOA ) દ્વારા યુ.એસ.એ.અને  કેનેડામાં વસતા ગુજરાતી સમાજના 200 જેટલા ફ્રન્ટલાઈન હીરોનું પ્રમાણપત્ર આપીને સન્માન કરાયું હતું .

વર્ષ 2020 માં વિશ્વ વ્યાપી કોવિદ -19 રોગચાળા દરમિયાન ઘણી મુશ્કેલીઓ અને આરોગ્યના જોખમો હોવા છતાં હોસ્પિટલમાં ,પોલીસ ડિપાર્ટમેન્ટમાં ,દવાની ફાર્મસીમાં ,વગેરે જગ્યાએ ફ્રન્ટલાઈનમાં ખડે પગે ઉભા રહીને તેઓએ  ફરજ બજાવી છે.ત્યારે સમાજના આવા ફ્રન્ટલાઈન હીરોને યાદ કરીને સમાજ વતી UGCOA  એ આ થેન્કસ ગિવિંગ ઉપર દરેકને એક સર્ટિફિકેટ ઓફ એપ્રિસિએશન તથા ઍમૅઝૉનનું ઈ -ગિફ્ટ કાર્ડ ઈમેલ મારફતે મોકલી આપ્યું છે.

ન્યુયોર્ક ,ન્યુજર્સી ,પેન્સિલવેનિયા ,ડેલાવર ,ફ્લોરિડા ,ટેક્સાસ ,કેલિફોર્નિયા ,અને કેનેડામાં વસતા લગભગ 200 થી વધારે લોકોએ આ સંસ્થા અને સંસ્થાના દાનવીરો દ્વારા તેમની સેવાઓની કદર કરવા બદલ પુષ્કળ આભાર માન્યો છે.અને જણાવ્યું છે કે આનાથી તેઓને ખુબ જ પ્રોત્સાહન મળ્યું છે.સમાજે તેમની સેવાને યાદ કરી છે.

ઉલ્લેખનીય છે કે યુનાઇટેડ ગુજરાતી ક્રિશ્ચિયન ઓફ અમેરિકા ( UGCOA  ) એ 501 c 3 નોનપ્રોફિટ સંસ્થા છે જેના વિષે વધારે માહિતી www.ugcoa.com પરથી મેળવી શકાય છે.અથવા whatsapp 1-267-580-9091 દ્વારા મેળવી શકાય છે.તેવું જાણવા મળે છે.

(10:06 am IST)