એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 28th October 2020

" જય શ્રી રામ " : પાકિસ્તાનમાં જમ્મુ કાશ્મીર મુદ્દે ચાલી રહેલા આંતર રાષ્ટ્રીય વેબિનાર વખતે કથિત ભારતીય હેકરોએ સાઈટ હેક કરી નાખી : જય શ્રી રામના નારા લગાવી દીધા

ઇસ્લામાબાદ : ભારત સાથે કોઈપણ મુદ્દે ઘર્ષણ કરવા સદા આતુર  રહેતા પાકિસ્તાને તાજેતરમાં જમ્મુ કાશ્મીર મુદ્દે આંતર રાષ્ટ્રીય વેબિનારનું આયોજન કર્યું હતું . જે દરમિયાન કથિત  ભારતીય હેકરોએ સાઈટ હેક કરી નાખી હતી.તથા જય  શ્રી રામના નારા લગાવી દીધા હતા.
વિડિઓ કોન્ફરન્સિંગ સાઈટ ઝૂમ ઉપર વેબિનાર ચાલુ હતો તે દરમિયાન ગીતો સંભળાવા લાગ્યા હતા.જે ભગવાન રામને લગતા હતા.વેબિનારમાં શામેલ લોકોને લાગ્યું હતું કે સંચાલક દ્વારા સંગીત મુકવામાં આવ્યું છે.તેથી તે બંધ કરવા સૂચના આપી હતી.આ બધા વચ્ચે અમે ભારતીય છીએ તમે રોતા રહો તેવા અવાજો સાંભળવા લાગ્યા હતા.
આ વેબિનાર વાઇરલ થઇ ગયો હતો.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ કથિત ભારતીય હેકરોએ પાકિસ્તાન યુનિવર્સીટીની વેબસાઈટ હેક કરી દીધી હતી.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:27 pm IST)