એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 27th September 2018

ભારતીય મૂળની અમિકા જ્યોર્જએ જીત્યો સોશિયલ વર્કનો ‘ઓસ્કર

ગોલકિપર્સ ગ્લોબલ ગોલ એવોર્ડ 2018થી પુરસ્કૃત અમિકા જ્યોર્જ કેમ્બ્રિજમાં ભણાવશે ઈતિહાસ

ભારતીય મૂળની અમિકા જ્યોર્જએ સોશિયલ વર્કનોઓસ્કર જીત્યો છે #FreePeriods કેમ્પેઈન થકી દુનિયાભરમાં ચર્ચામાં આવનાર મૂળ ભારતીય એવી અમિકા જ્યોર્જ નામની મહિલાએ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે.

  અમિકા જ્યોર્જને ગોલકિપર્સ ગ્લોબલ ગોલ એવોર્ડ 2018થી પુરસ્કૃત કરવામાં આવી છે. એવોર્ડ સોશિયલ વર્કના ક્ષેત્રનો ઓસ્કર (OSCARS FOR SOCIAL PROGRESS)તરીકે ઓળખાય છે. ગોલકીપર્સની શરૂઆત બિલ અને મિલિંડા ફાઉન્ડેશને વર્ષ 2017માં કરી હતી. એવોર્ડ સમારોહમાં બિલ ગેટ્સ પણ હાજર હતા.

  જે #FreePeriods કેમ્પેઈન માટે ભારતીય મૂળની મહિલા અમિકા જ્યોર્જને એવોર્ડ આપવામાં આવ્યો છે તે કેમ્પેઈન હેઠળ અમિકાને વર્ષ 2017માં હજારો લોકોને ડાઉનિંગ સ્ટ્રીટમાં પ્રદર્શન માટે પ્રોત્સાહિત કરવામાં આવી હતી.

  તે લોકોની સાથે અમિકાએ સ્કૂલમાં ભણતી ગરીબ છોકરીઓ માટે ફ્રી સેનેટરી પેડની માંગ કરી હતી. અમિકા 18 વર્ષની છે અને દુનિયાભરમાં જાણીતી એક્ટિવિસ્ટ બની ગઈ છે. તેના કેમ્પેઈન બાદ યુકે સરકારે તેને વધુ 1.5 મિલિયન પાઉન્ડ આપવાની ઘોષણા કરી છે. કેમ્પેઈનથી તે હજારો છોકરીઓને મદદ મળી જે પિરિયડ્સના કારણે શાળાએ જઈ શકતી નહોતી અને બાદમાં અનસેફ પિરિયડના દર્દમાંથી પસાર થતી હતી.

   અમિકાના ગ્રાન્ડ પેરેન્ટ્સ કેરાલાથી યુકે ગયા હતા. અમિકાનું સમગ્ર જીવન યુકેમાં વીત્યું છે. અમિકા જણાવે છે કે પ્લાન ઈન્ટરનેશનલના રિપોર્ટ અનુસાર દર 10માંથી એક છોકરી યુકેમાં સેનેટરી પેડ અફોર્ડ કરી શકતી નથી. અને તેને વાત જાણીને આશ્ચર્ય થયું હતું કે શું આવું યુકેમાં થઈ રહ્યું છે. અમિકાના જણાવ્યા અનુસાર છોકરીઓ ન્યૂઝપેપર, ગંદા કપડાં, રૂમાલ, મોજાં વગેરેનો ઉપયોગ કરી રહી હતી. જેના કરાણે તેમના સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસર પડી રહી હતી અને સરકાર કંઈ કરી રહી નહોતી.
 
તે સિવાય એવોર્ડ ઈસ્લામિક સ્ટેટના આતંકથી બચીને ભાગી નીકળેલી 24 વર્ષીય યજીદી સર્વાઈવર નાદિયા મુરાદ અને કેન્યામાં ખેડૂતોને મદદ કરનાર 28 વર્ષીય ડાયસમસ કિસિલૂને મળ્યો.
 
અમિકાએ જણાવ્યું કે કેમ્પેઈનની શરૂઆત એક ઓનલાઈન પીટિશનથી થઈ હતી. પ્રદર્શનના દિવસે તે પોતાના ઘરવાળાઓની સાથે ડાઉનિંગ સ્ટ્રીટ પહોંચી હતી પણ, તેને આશા નહોતી કે હજારોની સંખ્યામાં અન્ય લોકો પણ ત્યાં પહોંચ્યા હતા. તમને જણાવી દઈએ કે હવે અમિકા કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ઈતિહાસ ભણાવવાની શરૂઆત કરવાની છે, હવે તેનો હેતુ તમામ છોકરીઓ માટે ફ્રી સેનેટરી પેડ માટેની લડત ચલાવવાનો છે.

  એવોર્ડ સમારોહમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મૈક્રોં, વુમન એક્ટિવિસ્ટ ગ્રેસ મિશેલ, રાઈટર એક્ટિવિસ્ટ રિસર્ડ કર્ટિસ, સંગીતકાર કિંગ કાકા અને એક્ટર સ્ટિફન ફ્રાઈ પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં  બ્રિટિશ સિંગર શિરિને પણ પરફોર્મ કર્યું હતું.

(11:50 pm IST)