એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 27th September 2018

‘‘એન્‍ટ્રી ઇન્‍ડિયા'': વતનમાં રોકાણો કરી વ્‍યવસાય કરવા ઇચ્‍છુક ભારતીય અમેરિકનો માટે એપ્રેન્‍ટીસ પ્રોજેકટઃ ભારતની Amity તથા Kiet સહિત પાંચ યુનિવર્સિટીઓના તેજસ્‍વી સ્‍ટુડન્‍ટસને એપ્રેન્‍ટીસ તરીકે લેવાનો કરાર

ઉતરપ્રદેશઃ ‘‘એન્‍ટ્રી ઇન્‍ડિયા'' યુ.એસ.માં વસતા NRI ને વતનમાં વ્‍યવસાય કરવા માટે સ્‍થાનિક કોલેજોમાંથી તેજસ્‍વી સ્‍ટુડન્‍ટસને એપ્રેન્‍ટીસ તરીકે લઇ પોતાના વ્‍યવસાયમાં જોડતો પ્રોજેકટ ભારતની પાંચ યુનિવર્સિટીઓમાં અમલી બનાવાયો છે. જેનાથી સ્‍ટુડન્‍ટસ તથા NRIને સાથે મળી વ્‍યવસાયનો વ્‍યાપ વધારવાની તક મળશે. આ યુનિવર્સિટીઓમાં Amity તથા kiet યુનિવર્સિટી સહિતની પાંચ યુનિવર્સિટીઓનો સમાવેશ થાય છે.

વિશેષ માહિતિ http://entryindia.com/intership-projects. દ્વારા મેળવી શકાશે.

(10:48 pm IST)