એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 27th September 2018

અમેરિકામાંથી વિદેશીઓની હકાલપટ્ટી કરાશે :ભારતીયોને મોટાપાયે અસર પડશે

યુએસમાં ગેરકાયદેસર રહેતા લોકો માટે નવા નિયમો: એચ-1બી વીઝાધારકોને રાહત

અમેરિકામાં ગેરકાયદેસરપૂર્વક રહેતા લોકોની હકાલપટ્ટી કરાશે અમેરિકામાં એક નવા નિયમ હેઠળ જે લોકોની કાયદેસરરીતે રહેવાની સમયમર્યાદા પૂર્ણ થઈ ચૂકી છે અને છતાં પણ જે લોકો ત્યાં ગેરકાયદેસરરીતે વસવાટ કરી રહ્યા છે તેઓને પરત તેમના દેશમાં મોકલવાનું કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.

  અધિકારીઓએ જણાવ્યું કે આ સમયમર્યાદા વીઝા એક્સટેન્ડ કરવાના આવેદનપત્રને રદ કરવામાં આવ્યું હોય અથવા તો કેટલીક પરિસ્થિતિમાં બદલાવ થાય તેવા કારણોસર ખત્મ થઈ શકે છે. પરંતુ, આ કાર્યમાં વ્યસ્ત યુનિયન એજન્સીએ એચ-1બી વીઝાધારકોને રાહત આપતા જણાવ્યું છે કે હાલ પૂરતી આ નીતિને રોજગાર સંબંધિત અરજી અને અન્ય કેટલીક અરજી સંબંધિત લાગૂ કરવામાં નહીં આવે.
   અત્રે ઉલ્લેખનીય છે કે હાલના મહિનાઓમાં કેટલાંક એચ-1બી વીઝા ધારકોના વીઝાની સમયમર્યાદા વધારવાના આવેદનોને રદ કરાયા છે જેમાં ભારતીય નાગરિકોની સંખ્યા બહોળા પ્રમાણમાં છે આ નવા નિયમના કારણે અમેરિકામાં રહેતા ભારતીયો પર મોટી અસર પડશે, પરંતુ, હાલમાં આ શ્રેણીમાં આવતા લોકો માટે એનટીએ જાહેર કરવામાં નહીં આવે.          

    યૂ.એસ.સી.આઈ.એસે કહ્યું કે યુનિયન એજન્સી ગુનાહિત રેકોર્ડ ધરાવતા, નકલી અથવા રાષ્ટ્રીય સુરક્ષાને નુક્સાન પહોંચાડનાર સંભવિત વ્યક્તિઓના મુદ્દાને પ્રાથમિકતા આપવામાં આવશે અને તેવા લોકોને પહેલાં અમેરિકામાંથી ડિપોર્ટ કરવામાં આવશે

(10:46 pm IST)