એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 27th September 2018

વિઝાની મુદત પુરી થઇ ગયા પછી રોકાઈ ગયેલા વિદેશીઓને દેશ છોડી જવાની નોટિસ મોકલવાનું શરુ થઇ જશે : યુ.એસ. સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ દ્વારા 1 ઓક્ટો.2018 થી નવા કાનૂનનો અમલ કરાશે : ભારતીયો માટે પણ સંકટ

વોશિંગટન :અમેરિકામાં વિઝાની મુદત પુરી થઇ ગઈ હોય તેવા વિદેશીઓને દેશ છોડી જવા 1 ઓક્ટો.સોમવારથી USCIS દ્વારા નોટિસ મોકલવાનું શરૂ થઇ જશે.વિદેશીઓમાં ભારતીયોનો પણ મોટી  સંખ્યામાં સમાવેશ થાય છે.જોકે રોજગારી માટે આવેલા H-1B વિઝા ધારકો કે જેમણે વિઝાની મુદત લંબાવવા અરજી કરી દીધી છે તેમને હાલની તકે દેશ છોડી જવાનું કહેવામાંથી બાકાત રખાશે.નવા કાનૂન મુજબ જે વિદેશીઓના વિઝાની મુદત પુરી થઇ ગઈ છે અથવા લંબાવી આપવાનો ઇન્કાર કરાયો છે તેઓને નોટિસ મોકલવી જરૂરી હોવાનું યુ.એસ.સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટએ જણાવ્યું હતું.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:08 pm IST)