એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 27th September 2018

"કેન્સર નિદાન અને ઉપચાર" : યુ.એસ.માં ઈન્ડો અમેરિકન સીનીઅર હેરીટેજના ઉપક્રમે પાયોનિઅરના સનાતન ધર્મ ટેમ્પલમાં યોજાઈ ગયેલો માહિતી સભર કેમ્પ

પાયોનિયર :યુ.એસ.માં તાજેતરમાં ઈન્ડો અમેરિકન સીનીઅર હેરિટેજ (IASH) અને લેકવુડ રીજીયોનલ મેડીકલ સેન્ટર દ્વારા  કેન્સર નિદાન અને ઉપચાર અંગે માહિતીસભર કેમ્પનું આયોજન કરાયું હતું. પાયોનિયર ના સનાતન ધર્મ ટેમ્પલના હૉલમાં લગભગ   ૩૦૦ જેટલા સીનીયર ભાઈ બહેનો હાજર મળ્યા હતા, શરુઆતમાં સંસ્થાના ડૉ ગુણવંત મહેતાએ બન્ને ડોક્ટારોનો પરીચય અને કાર્યક્રમની રૂપરેખા આપી હતી. ત્યાર બાદ  પ્રોસ્ટેટ કેન્સરના લક્ષણો તથા  કેન્સર નિદાન અને સમયસર ઉપચાર અંગે ડૉ જોનાથન પર્લી સ્લાઈડ પ્રેઝન્ટેશન મારફતે ખુબ વિગતવાર માહિતી આપી હતીત્યાર બાદ ડૉ કુંડારિયા છાતી (બ્રેસ્ટ) કેન્સર અંગે પણ વિસ્તરુત માહિતી અને નિદાન મેમોગ્રાફી ની સમજ આપી હતી.... વિવિધ પ્રકારના કેન્સર જેવાકે બ્લડ કેન્સર,કીડની નું કેન્સર વગેરે અંગે વિસ્તરુત માહિતી આપવામાં આવી હતી... ત્યાર બાદ સિનીયરો તરફથી  અંગે ના પ્રશ્નો ડૉક્ટર ને પુછવામાં આવેલ.... અને ડોક્ટરો ખૂબ સંતોષકારક જવાબ અને માહિતી આપેલ...

              IASH ના પ્રમુખ શ્રી જીતેન પટેલે તેમજ શ્રી જગદીશ પુરોહિત દ્વારા સભાગ્રુહની વ્યવસ્થા બદલ શ્રી બી.યુ.પટેલ.... લેકવુડ મેડીકલ સેન્ટરના  ડૉ જોનાથન અને સ્ટાફ અને નર્સ તેમજ ડૉ કુંડારિયા (કેન્સર સ્પેશ્યાલીસ્ટ ) વગેરે નો આભાર વ્યક્ત કર્યો હતો..  

          કાર્યક્રમ બાદ ખાસ રાજકોટ થી આવેલ શ્રી વિનોદભાઈ પટેલ (ગુજરાત ગૌરવ એવોર્ડ વિજેતા તથા આંતરરાષ્ટીય સિંગર ) આધુનિક તથા પ્રાચિન ભજન નો કાર્યક્રમ રજુ કર્યો હતો... અને હાજર રહેલ સિનીયરો મન મુકીને માણ્યો હતો.... બન્ને ડોક્ટર અને સિંગર વિનોદભાઈ પટેલ નું શાલ ઓઢાડી ને સન્માન કરવામાં આવ્યુ હતું.... સુંદર કાર્યક્રમના આયોજન બદલ આયોજકોને ખૂબ ખૂબ ધન્યવાદ આપવામાં આવ્યા હતા તેવું માહિતી શ્રી ગુણવંતભાઈ પટેલ અને તસ્વીર સૌજન્ય શ્રી કાંતિભાઈ મિસ્ત્રી દ્વારા જાણવા મળે છે.

(10:07 pm IST)