એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 27th September 2018

‘‘ધ સ્‍ટોરી ઓફ અનસન્‍ગ સોલ્‍જર'' : ભારતના સૈનિકોના બાળકો તથા પરિવારને શિક્ષણ અને સહાય પૂરી પાડવા યુ.એસ.ના એડિસન ન્‍યુજર્સીમાં યોજાઇ ગયેલો ફંડ રેઇઝીંગ પ્રોગ્રામ : શ્રધ્‍ધા ફાઉન્‍ડેશન આયોજીત પ્રોગ્રામમાં TV Asia ચેરમેન તથા CEO શ્રી એચ.આર.શાહ સહિતના મહાનુભાવોએ હાજરી આપી

(દિપ્તીબેન જાની દ્વારા )ન્‍યુજર્સી :  યુ.એસ.ના એડિસન ન્‍યુજર્સી મુકામે આવેલા અકબર બેન્‍કવેટ હોલમાં ૧૬ સપ્‍ટે. ર૦૧૮ ના રોજ નોન ગર્વમેન્‍ટ ઓર્ગેનાઇઝેશન ‘‘શ્રધ્‍ધા ફાઉન્‍ડેશન'' ના ઉપક્રમે ધ સ્‍ટોરી ઓફ અનસન્‍ગ સોલ્‍જર'' (સત્‍ય ઘટના પર આધારિત )નું લોન્‍ચીંગ કરાયુ હતુ.

ફંડ રેઇઝીંગ માટે યોજાયેલ આ પ્રોગ્રામ થકી ભારતના સૈનિકોના બાળકો તથા પરિવાર માટે શિક્ષણ તથા સહાય પુરી પાડવાનો હેતુ હતો. જે માટે TV Asia સહિત વિવિધ ઓર્ગેનાઇઝેશનનો સહયોગ પ્રાપ્ત થયો હતો.

પ્રોગ્રામની હાઇલાઇટ  TV Asia ચેનલ ઉપર કોમ્‍યુનીટી રાઉન્‍ડઅપમાં જોઇ શકાશે તેવું શ્રી ગૂંજેશ દેસાઇના ફોટો સૌજન્‍ય સાથે TV Asia ન્‍યૂઝ દ્વારા જાણવા મળે છે.

 

(10:48 pm IST)