એન. આર. આઈ. સમાચાર
News of Monday, 24th September 2018

''ધ્યેય નક્કી કરી સ્વપ્નને સાકાર કરો'': યુ.એસ.માં IACCGHના ઉપક્રમે યુનિવર્સિટી ઓફ હયુસ્ટનના પ્રેસિડન્ટ ડો.રેણુ ખટોરના લેકચરનું આયોજન કરાયું: ભારતના કોન્સ્યુલ જનરલ ડો. અનુપમ રાયએ ચિફ ગેસ્ટ તરીકે હાજરી આપી

હયુસ્ટનઃ યુ.એસ.માં ઇન્ડિયન અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ ગ્રેટર હયુસ્ટનના ઉપક્રમે ૮ સપ્ટેં.૨૦૧૮ના રોડ UH સિસ્ટમ ચાન્સેલર તથા યુનિવર્સિટી ઓફ હયુસ્ટન પ્રેસિડન્ટ ડો.રેણુ ખટોરના લેકચરનું આયોજન કરાયું હતું. જે પ્રસંગે ચિફગેટર તરીકે ભારતના કોન્સ્યુલ જનરલ ડો.અનુપમ રાયએ હાજરી આપી હતી.

આ પ્રસંગે ડો.રેણુએ ધ્યેય નક્કી કરી સ્વપ્નોને સાકાર કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. તથા યુનિવર્સિટી દ્વારા હાથ ધરાવેલા વિવિધ પ્રોજેકટ વિષે માહિતિ આપી હતી. તેમનું આગામી લેકચર ૧૮ ઓકટો.ના રોજ યોજાશે. જે અંગે માહિતી મેળવવા તથા રજીસ્ટ્રેશન કરાવવા www.iaccgh નો સંપર્ક સાધી શકાય છે.  તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(10:11 pm IST)