એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 28th July 2020

ભારત સામે હવે ચીનની ત્રિપાંખિયા જંગની તૈયારી : પાકિસ્તાન ,અફઘાનિસ્તાન ,તથા નેપાળ સાથે ખાસ વર્ચ્યુઅલ મિટિંગ કરી

બેઇજિંગ : ચીનના વિદેશ મંત્રીએ ગઈકાલ સોમવારે પાકિસ્તાન ,અફઘાનિસ્તાન ,તથા નેપાળ સાથે ખાસ વર્ચ્યુઅલ મિટિંગ કરી હતી.જેમાં તેમણે જણાવ્યું હતું કે અફઘાનિસ્તાન  અને નેપાળે પાકિસ્તાનની નીતિને અનુસરવાની જરૂર છે.
આપણે ચારે દેશોએ સાથે મળી આર્થિક વિકાસ સાધવાનો છે.જે માટે ચારે દેશોને રોડ રસ્તે જોડી દેવા યોગ્ય ગણાશે
ચીનના વિદેશ મંત્રીએ ઉમેર્યું હતું કે આપણા ચારે દેશોની ભૌગોલિક પરિસ્થતિનો આપણે પુરેપુરો લાભ ઉઠાવીશું
ઉલ્લેખનીય છે કે આ મિટિંગ ભારત સાથેના ઘર્ષણ વચ્ચે યોજાઈ હતી.જેનો હેતુ ભારતને ભીડાવવાનો હોઈ શકે.

(8:04 pm IST)