એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 28th June 2018

ઇન્‍ડિયન અમેરિકન ફીઝીશીયન ડો.દિનેશ ગૌડાને એજ્‍યુકેશન ઇનોવેશન એવોર્ડ : ટેકસાસ યુનિવર્સિટી ડિન દ્વારા બહુમાન કરાયું

ટેકસાસ : યુ.એસ.માં ટેકસાસ સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન ફીઝીશીયન શ્રી દિનેશ ગૌડાને ટેકસાસ સ્‍ટેટ યુનિવર્સિટી ડિન ડો.સ્‍ટિવન એલ.બર્કના હસ્‍તે ‘‘એજ્‍યુકેશન ઇનોવેશન એવોર્ડ'' આપી બહુમાન કરાયું છે.

યુનિવર્સિટીના હેલ્‍થ સાયન્‍સ સેન્‍ટરમાં એશોશિએટ પ્રોફેસર ઓફ પિડીઆટ્રિક્‍સ તથા ત્રીજા અને ચોથા વર્ષમાં અભ્‍યાસ કરતા મેડીકલ સ્‍ટુડન્‍ટસના ક્‍લાર્કશીપ ડીરેક્‍ટર તરીકે સેવાઓ આપતા ડો.ગૌડાનું ઓડિસા કન્‍ટ્રી ક્‍લબ ખાતે બહુમાન કરાયું હતું.

ડો.ગૌડાએ આ અગાઉ આઉટસ્‍ટેન્‍ડીંગ ફેકલ્‍ટી એવોર્ડ તથા ટોપ પિડીઆટ્રીશન ૨૦૧૮ એવોર્ડ મેળવેલા છે. તેમણે ભારતની જે.જે.એમ. મેડીકલ કોલેજમાંથી બેચલરની ડીગ્રી મેળવેલી છે. તથા પિડીઆટ્રિશન તરીકે પણ ભારતમાં રેસિડન્‍સ કરેલી છે. બાદમાં તેમણે ન્‍યુયોર્કમાં કોલમ્‍બીઆ યુનિવર્સિટીમાંથી રેસીડન્‍સી કરી હતી. તેઓ અસ્‍થમા તથા નવજાત શિશુની સારવાર ક્ષેત્રે વધુ દિલચશ્‍પી ધરાવે છે.   

(10:52 pm IST)