એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 24th May 2018

‘‘એલિસ આઇલેન્‍ડ મેડલ ઓફ ઓનર'': અમેરિકાના વિશ્વપ્રતિષ્‍ઠિત ગણાતા મેડલ માટે પસંદ થયેલા ૮૪ ઇમીગ્રન્‍ટસમાં સ્‍થાન મેળવતા ૪ ઇન્‍ડિયન અમેરિકન તથા ૧ ઇન્‍ડો કેનેડીઅન નાગરિક

વોશીંગ્‍ટનઃ અમેરિકાના વિશ્વપ્રતિષ્‍ઠિત ગણાંતા ‘‘એલિસ આઇલેન્‍ડ મેડલ ઓફ ઓનર'' ૨૦૧૮ માટે પસંદ કરાયેલા ૮૪ ઇમીગ્રન્‍ટસમાં ૪ ઇન્‍ડિયન અમેરિકન તથા એક ઇન્‍ડો કેનેડીઅનએ સ્‍થાન મેળવ્‍યું છે.

આ મેડલ વિજેતાઓ તરીકે સ્‍થાન મેળવનાર ૪ ઇન્‍ડિયન અમેરિકનમાં ડો.વાનુ બોઝ, શ્રી નવિન જૈન, શ્રી ફારૂક કાથવારી, સુશ્રી ભાઇસાહિબા ઇન્‍દરજીત કૌરનો સમાવેશ થાય છે.તથા ઇન્‍ડો કેનેડીઅન શ્રી પિટર ધિલોનએ પ્રથમ ૩ મેડલ વિજેતાઓમાં સ્‍થાન મેળવ્‍યું છે.

તમામ એવોર્ડ વિજેતાઓનું ૧૨મે ૨૦૧૮ના રોજ ન્‍યુયોર્ક મુકામે મેડલ આપી બહુમાન કરાયું હતું.

 

(10:49 pm IST)