એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 24th May 2018

બ્રિટનની સ્‍કૂલમાં સૌથી વધુ માર્ક મેળવનાર ભારતીય મૂળનો ૧૫ વર્ષીય સ્‍ટુડન્‍ટ અભિમન્‍યુ ચૌહાણ લાપત્તાઃ પોલીસ તપાસ ચાલુ

લંડનઃ બ્રિટનની કિંગ હેનરી અષ્‍ટમ ઇન્‍ડિપેન્‍ડન્‍ટ સ્‍કુલમાં અભ્‍યાસ કરતો ભારતીય મૂળનો ૧૫ વર્ષીય સ્‍ટુડન્‍ટ અભિમન્‍યુ ચૌહાણ એક પરીક્ષામાં સૌથી વધુ એટલે કે ૧૦૦માંથી ૧૦૦ માર્ક લાવ્‍યા બાદ શુક્રવારથી લાપતા છે. તેના ઉપર પરીક્ષામાં નકલ કર્યાનો આક્ષેપ કરાયો હતો. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

વેસ્‍ટ મિડલેન્‍ડ પોલીસએ જાહેર કર્યા મુજબ સ્‍કુલમાંથી  શુક્રવારે સવારે ૮-૩૦ કલાકે લાપતા થયા બાદ અભિમન્‍યુની ભાવ મેળવવાનો પ્રયત્‍ન ચાલુ છે. જે અંગે કોઇને ખબર હોય તો જાણ કરવા વિનંતી કરાઇ છે. અભિમન્‍યુનો ફોટો સોશીઅલ મિડીયા ઉપર મુકાયો છે.

 

(9:14 pm IST)