એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 24th May 2018

‘‘તેરા તૂજકો અર્પણ'': વતન ભારતના વંચિત બાળકોને હોસ્‍પિટલમાં સારવાર દરમિયાન વેન્‍ટીલેટર પૂરા પાડવાનું અભિયાનઃ IAP મેમ્‍બર ડો.મોના પટેલ દ્વારા ન્‍યુજર્સીમાં ૨૦મેના રોજ વોક-થોન ફંડ રેઇઝીંગ પ્રોગ્રામ યોજાયો

પરામસઃ વતન ભારતમાંથી મેળવેલુ પાછુ વાળવા તથા શક્‍ય તેટલું ઋણ ઉતારવા ઇન્‍ડિયન અમેરિકન IAP સમર્થક ડો.મોના પટેલ દ્વારા તાજેતરમાં ૨૦મે ૨૦૧૮ના રોજ વોક-થોન ફંડ રાઇઝર પ્રોગ્રામું આયોજન કરાયું હતું.

પરામસ તથા આજુબાજુના નગરોમાં વસતા લોકોના સહકારથી યોજાઇ ગયેલ આ  વોકથોન દ્વારા ભેગા થયેલા ફંડનો ઉપયોગ મુંબઇની સરકારી હોસ્‍પિટલોમાં સારવાર લેતા વંચિત બાળકો વેન્‍ટિલેટર પૂરા પાડવા કરાશે.

સેડલ રિવર કાઉન્‍ટી પાર્ક ખાતેથી સવારે ૯ વાગ્‍યે શરૂ કરાયેલી વોક-થોનમાં ૧ કિ.મી., ૫ કિ.મી. તથા ૧૦ કિ.મી એમ ત્રણ વિભાગ પાડવામાં આવ્‍યા હતા. જેમાં જુદી જુદી ઉંમરના IAP મેમ્‍બર્સ તથા શુભેચ્‍છકો અને સમર્થકો જોડાયા હતા.

૨૦૧૫ની સાલથી શરૂ કરાયેલા ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા ૨૦૧૬ની સાલમાં વસઇ-મહારાષ્‍ટ્ર ખાતેની મ્‍યુનિસિપલ હોસ્‍પિટલમાં દાખલ થયેલા વંચિત બાળકોને વેન્‍ટીલેટર પૂરા પાડવામાં આવ્‍યા હતા. ટ્રસ્‍ટ દ્વારા અત્‍યાર સુધીમા પુરી પડાયેલ સહાયથી ૧૦૦ ઉપરાંત બાળકોની જીંદગી બચાવી શકાઇ છે. તેવું IAP કમિટી દ્વારા જાણવા મળે છે.

(9:14 pm IST)