એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 28th February 2019

યુ.એસ.ના કેલિફોર્નિયામાં નોધારા થઇ ગયેલા ઇન્ડિયન અમેરિકન યુવાન સ્વ.રમેશ પુલાવર્થીના પરિવારની વહારે કોમ્યુનીટી મેમ્બર્સઃ ૧૭ ફેબ્રુ.ના રોજ કાર અકસ્માતે કરૂણ મોત નિપજ્યુ હતું.: પત્ની તથા બંને બાળકોના નિભાવ માટે ૧ લાખ ૫૦ હજાર ડોલર ભેગા કરાશે

કેલિફોર્નિયાઃ યુ.એસ.ના કેલિફોર્નિયામાં સ્થાયી થયેલા ઇન્ડિયન અમેરિકન શ્રી રમેશ પુલાવર્થીનું ૧૭ ફેબ્રુ.૨૦૧૯ના રોજ કાર ક્રેશથી અકસ્માતે કરૂણ મોત નિપજતા તેના પત્ની તથા બન્ને બાળકો નોધારા બની ગયા છે.

સદગત રમેશ પુલાવર્થીના આ પરિવારની સહાય માટે કોમ્યુનીટી મારફત Gofundme પેઇજ દ્વારા ફન્ડ ભેગુ કરાઇ રહ્યુ છે. જે માટે ૧ લાખ ૫૦ હજાર ડોલરનો લક્ષ્યાંક રખાયો છે.

જે પૈકી ૮૮૩૦૦ ડોલર ભેગા થઇ ગયા છે. બાકીની રકમ પૂરી પાડવા માટે કોમ્યુનીટી મેમ્બર્સને Gofundme.com/sylaja-ramesh-Friends-amp-family દ્વારા સંપર્ક સાધવા વિનંતી કરાઇ છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:39 pm IST)