News of Thursday, 28th February 2019
સાઉથ આફ્રિકામાં સ્થાયી થયેલા ગુજરાતી યુવક રવિ પટેલની હત્યા : લૂંટના ઇરાદે આવેલા શખ્સો ગોળીબાર કરી લૂંટફાટ કરી નાસી છૂટ્યા
જ્હોનિસબર્ગ : સાઉથ આફ્રિકાના જ્હોનિસબર્ગ ખાતે આવેલા સ્ટોરમાં નોકરી કરતા ગુજરાતી યુવક રવિ પટેલ ઉપર અમુક શખ્સો ગોળીબાર કરી સ્ટોરમાં લૂંટફાટ ચલાવી નાસી છૂટતા ઘાયલ થયેલા આ યુવકે મંગળવારે આખરી દમ લેતા તેનું કરૂણ મોત નીપજ્યું છે.
ગુજરાતના ઉમરેઠનો વતની રવિ હજુ 4 વર્ષ પહેલા જ જ્હોનિસબર્ગમાં સ્થાયી થયો હતો.જ્યાં સ્ટોરમાં નોકરી કરતો હતો.તે દરમિયાન બનેલી આ ઘટનાથી તેના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
(12:49 pm IST)