એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 28th January 2020

"AAPI ફોર બિડન" : અમેરિકાના પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર જો બિડનએ સહુને 'હેપ્પી લ્યુનાર ન્યુ ઇઅ ' શુભેચ્છા પાઠવી : લાસ વેગાસમાં યોજાયેલી 'ન્યુ ઇઅર પરેડમાં AAPI સાથે મિશેલ ક્વાન પણ જોડાયા : એશિયન અમેરિકન એન્ડ પેસિફિક આઈલૅન્ડર્સ (AAPI) ને નવા વર્ષની શુભેચ્છા પાઠવી

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સી :" AAPI ફોર બિડન ".  તાજેતરમાં અમેરિકાના લાસ વેગાસમાં એશિયન અમેરિકન એન્ડ પેસિફિક આઈલૅન્ડર્સ ( AAPI ) ના ઉપક્રમે ન્યુ ઇઅર પરેડ યોજાઈ હતી.જેમાં  મિશેલ ક્વાન પણ  જોડાયા હતા.
આ પ્રસંગે  અમેરિકાના પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર જો બિડનએ સહુને ' હેપ્પી લ્યુનાર ન્યુ ઇઅર ' શુભેચ્છા પાઠવી હતી.તેમજ મિશેલ ક્વાનએ પણ સહુને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.તથા ચાઈના ટાઉનમાં AAPI સ્મોલ બિઝનેસીસની મુલાકાત લઇ ખાણી પીણીનો આનંદ માણ્યો હતો તથા જો બિડનને સમર્થન ઘોષિત કર્યું હતું તેમજ  કોમ્યુનિટી સાથે 2020 સ્પ્રિંગ ફેસ્ટિવલ અને મીટીંગનો આનંદ માણ્યો  હતો.સ્થાનિક AAPI એથનિક મીડિયાએ લ્યુનાર ન્યુ ઇઅર નિમિત્તે તેમનો ઇન્ટરવ્યૂ લીધો હતો.બાદમાં કોમ્યુનિટી સાથે તેમણે લંચ લીધું હતું
આ તકે તેઓએ  નેવાડા ટ્રેનિંગ ડિરેક્ટર પલક ઐયર સાથે પણ મુલાકાત કરી હતી.તેમજ લાસ વેગાસ વોલન્ટિયર્સ સાથે પણ વિચાર વિનિમય કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે અમેરિકામાં વસતા જુદી જુદી કોમ્યુનિટીના લોકોના હિતને અગ્રતા આપતા પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર જો બિડનને વિજયી બનાવવા AAPI દ્વારા એડી ચોટીનું જોર લગાવાઇ રહ્યું છે.જેના સમર્થનમાં હાલની તકે શિકાગોની બહાર મુકામ કરી રહેલા શ્રેયસે ઘર ડેપ્યુટી ફાઇનાન્સ ડિરેક્ટર ફોર મીડવેસ્ટ રીજીઅન તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે.આ અગાઉ તેઓ કોંગ્રેસ વુમન સુસી લી ના સીનીઅર ફંડ રાઇઝર તરીકે પણ જવાબદારી સંભાળી ચુક્યા છે.તેઓ AAPI  સ્ટાફ તરીકે જોડાયા છે. તેવું શ્રી અમિત જાનીની યાદી જણાવે છે.

(1:46 pm IST)