એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 27th December 2017

યુ.એસ.સ્‍થિત ગુજરાતી સિનીયર સોસાયટી પ્‍લેનો આયોજીત ડીસેં.માસની જનરલ સભા સંપન્‍નઃ સિનીયર રીટાયર પ્‍લાન અંગે ઓડિયો વીડિયો દ્વારા માહિતી અપાઇઃ ટેલન્‍ટ ગીતો, જોકસ, જન્‍મદિવસ શુભેચ્‍છા, તથા કાઠિયાવાડી ભોજનથી સિનીયરો ખુશખુશાલ

પ્‍લેટો : ગુજરાતી સીનીયર સોસાયટી પ્લેનો દ્વારા ડીસેમ્બર ૧૮ મીએ જનરલ સભાનું આયોજન કરવામાં આવેલ. પ્રથમ જયક્રિષ્ણભાઈ સૌને આવકાર આપેલ...

 

તેમજ સેક્રેટરી સુભાષ શાહે ગત મીટીંગનો રીપોર્ટ રજૂ કરેલ.. પ્રસંગે ન્યૂ લાઈફ ઈન્શોરન્સ દ્વારા સીનીયર રીટાયર પ્લાન અંગેની સમજૂતી આપવામાં આવેલ...પ્રથમ સુધીરભાઈ પરીખે ન્યૂયોર્ક લાઈફ અંગેની માહિતી આપી હતી. સુધીરભાઈ પરીખ ૧૯૮૧ થી ન્યૂયોર્ક લાઈફ ના એજન્ટ તરીકે સેવા આપેછે 

 શ્રી રાજેશ સંચાલા ન્યૂયોર્ક લાઈફના બીજા એજન્ટ છે. જેઓએ સીનીયર રીટાયર પ્લાન અંગેની સંપૂર્ણ માહીતી ઓડીયો-વિડિયો દ્વારા આપેલ... પ્રસંગે સભ્યોએ પોતાની ટેલન્ટ ગીતો , જોક્સ

 દ્વારા રજુ કરેલ.... ડીસેમ્બર માસમાં જે ભાઈ બહેન ની બર્થડે હતી તેઓને શુભેચ્છા પાથવી હતી... સુભાષ તલાટી   બર્થડે કાર્ડ આપેલ તથા બર્થડે ગીત ગાઈને શુભેચ્છા પાઠવેલ... અંતમાં રીચી કૅટરર્સ ( સંજયભાઈ દેસાઈ ) કાઠીયાવાડી ભોજન સ્પોંસર કરેલ અને સૌ ભોજન લઈને છુટા પડેલ.... ( સુભાષ શાહ, દલાસ ) તેવું શ્રી સુભાષ શાહ, દલાસની યાદી જણાવે છે.

(10:57 pm IST)