એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 27th November 2019

ઋષિ શાહ-આશિત દેસાઇ સહિત ૩ ભારતીયોએ અમેરીકામાં એક અબજ ડોલરનું કૌભાંડ આચર્યું

વોશ્ગ્ટિનઃ શિકાગો સ્થિત હેલ્થ ટેક સ્ટાર્ટ અપ આઉટકમ હેલૃથના પૂર્વ એકિઝયૂટીવને ફેડરલ ઓથોરિટીએ દોષિત ઠેરવ્યા છે. ભારતીય મૂળના ત્રણ પૂર્વ એકિઝકયૂટીવ પર ફ્રોડ સ્કીમ દ્વારા એક અબજ ડોલર એકત્ર કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના જણાવ્યા અનુસાર આઉટકમ હેલ્થના સહ સ્થાપકો ૩૩ વર્ષીય રિશી શાહ, ૩૪ વર્ષીય શ્રદ્ઘા અગ્રવાલ અને પૂર્વ એકિઝકયૂટીવ ૨૬ વર્ષીય આશિક દેસાઇ સહિતના છ આરોપીઓએ કંપનીના કલાયન્ટ, લેણદારો અને રોકાણકારો સાથે છેતરપિંડી આચરી હતી.

ન્યાય વિભાગના ક્રિમિનલ ડિવિઝનના પ્રિન્સિપલ ડેપ્યુટી આસિસ્ટન્ટ એટર્ની જનરલ જોહ્રન પી ક્રોનાનના જણાવ્યા અનુસાર આઉટકમના પૂર્વ એકિઝકયૂટીવ અને કર્મચારીઓએ લેણદારો, કલાયન્ટ, રોકાણકારો અને પોતાના ઓડિટર્સને ખોટી રીતે વધુ આવક દર્શાવી હતી.

ક્રોનાને વધુમાં જણાવ્યું હતું કે વધુ મૂડી મેળવવા અને અંગત લાભ માટે ખોટા આકંડા રજૂ કરવાનો અપરાધ કોઇ પણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહી. શાહ અને અગ્રવાલે સાથે મળીને હેલૃથકેર એડવર્ટાઇઝિંગ કંપનીની શરૂઆત કરી હતી.

જસ્ટિસ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર ૨૦૧૧થી ૨૦૧૭ દરમિયાન પૂર્વ એકિઝકયૂટીવ્સે જાહેરાત સાધનો પાછળ લાખો ડોલરનો ખર્ચ કર્યો હતો અને આ વાસ્તવમાં આ સાધનો કંપનીમાં હતા જ નહીં.

તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર એક અબજ ડોલરનું ભંડોળ એકત્ર કરવા માટે આ ખર્ચના આંકડા દર્શાવવામાં આવ્યા હતાં.

ફેડરલ ડિપોઝીટ ઇન્સ્યુરન્સ કોર્પોરેશનની ઓફિસ ઓફ ઇન્સ્પેકટર જનરલ(એફડીઆઇસી-ઓઆઇજી)ના ઇન્સ્પેકટર જનરલ જય એન લર્નરે જણાવ્યું હતું કે બેંકો પાસેથી લોન મેળવવા માટે પણ ખોટા આંકડા દર્શાવવામાં આવ્યા હતાં.

(3:29 pm IST)