એન. આર. આઈ. સમાચાર
News of Monday, 27th September 2021

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં આવેલા હિંગળાજ માતાના મંદિરનો પુનરોધ્ધાર કરાવવા PPFAની માંગણી : શક્તિપીઠ તરીકે સ્થાન ધરાવતા આ મંદિરનું આસામની પૌરાણિક કામાખ્યા દંતકથાઓ સાથે જોડાણ હોવાનું મંતવ્ય : પેટ્રિઓટિક પીપલ્સ ફ્રન્ટ ઓફ આસામ (PPFA) ની કેન્દ્ર સરકાર સમક્ષ રજુઆત

ગૌહાટી : પાકિસ્તાનના બલુચિસ્તાનમાં આવેલા હિંગળાજ માતાના મંદિરનો પુનરોધ્ધાર કરાવવા પેટ્રિઓટિક પીપલ્સ ફ્રન્ટ ઓફ આસામ (PPFA) એ કેન્દ્ર સરકાર સમક્ષ રજુઆત કરી છે.

PPFA ની રજુઆતમાં જણાવાયું છે કે શક્તિપીઠ તરીકે સ્થાન ધરાવતા આ મંદિરનું આસામની પૌરાણિક કામરૂપ કામાખ્યા દંતકથાઓ સાથે જોડાણ છે.

વિશેષમાં જણાવાયા મુજબ 11 થી 15 ઓક્ટોબર 2021 દરમિયાન ગોહાટીમાં ઉજવાતો દુર્ગોત્સવ શરોદોત્સવ તરીકે પણ ઓળખાય છે.

નવી દિલ્હીની કેન્દ્ર સરકાર બલુચિસ્તાન સત્તાવાળાઓ સાથે વાતચીત કરી આ અંગે યોગ્ય પગલાં લ્યે  વિનંતી કરવામાં આવી છે. કે જેથી હિંગળાજ માતાની બલોચ નાગરિકો કોઈ ભય કે ગભરાટ વિનાપૂજા કરી શકેપૂજા કરી શકે . આ તહેવાર મહિષાસુર.રાક્ષસ સામે મા દુર્ગાની જીતનું પ્રતીક છે

ઉલ્લેખનીય છે કે હિંગોલ નદીના કિનારે પર્વતની ગુફામાં હિંગળાજ માતાનું મંદિર હિંગોલ નેશનલ પાર્કની અંદર, અરબીના મકરન કિનારે અડીને પાકિસ્તાનના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં સમુદ્ર,કિનારે આવેલું છે. જે ભાવિકોનું આદરણીય સ્થળ છે. જ્યાં હિન્દુઓ અને હજારો લોકો ધાર્મિક વિધિઓ સાથે.દેવી શક્તિની સામે પ્રાર્થના કરવા ભેગા થાય છે.બ્લોચ નાગરિકો પણ તેમાં સમાવિષ્ટ છે. તેવું ટી.નવજ્યોતિ દ્વારા જાણવા મળે છે.

(8:19 pm IST)