એન. આર. આઈ. સમાચાર
News of Monday, 27th September 2021

યુએસ કોંગ્રેસમેન રાજા કૃષ્ણમૂર્તિએ ડો.શ્રીનિવાસ રેડ્ડીનું સન્માન કર્યું : વ્હાઇટ હાઉસ હિસ્ટોરિકલ એસોસિએશનમાં નિમણૂક બદલ અભિનંદન પાઠવ્યા

શિકાગો : યુનાઇટેડ સ્ટેટ્સના કોંગ્રેસમેન શ્રી રાજા કૃષ્ણમૂર્તિએ ઇલિનોઇસ રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા વ્હાઇટ હાઉસ હિસ્ટોરિકલ એસોસિએશનની નેશનલ કાઉન્સિલમાં ડો.શ્રીનિવાસ રેડ્ડીને નિમણૂક માટે સન્માનિત કર્યા. યુએસ કોંગ્રેસના સભ્ય રાજા કૃષ્ણમૂર્તિ અને કીર્તિ કુમાર રાવરી ઇવેન્ટ કો-ચેર, એફઆઇએના સ્થાપક પ્રમુખ સુનીલ શાહ, ઇન્ડિયન અમેરિકન બિઝનેસ કાઉન્સિલના પ્રમુખ અજીત સિંઘે સન્માન સમારોહનું નેતૃત્વ કર્યું હતું. કેટલાક વક્તાઓએ રોગચાળા દરમિયાન અસાધારણ નેતૃત્વ માટે અને પડકારજનક સમયમાં તેમની અસાધારણ માનવતાવાદી સેવાઓ માટે ડો શ્રીનિવાસ રેડ્ડીની  પ્રશંસા કરી હતી.

કીર્તિ કુમાર રાવુરીએ યજમાન તરીકેના તેમના ઉદ્બોધનમાં ડો.શ્રીનિવાસ રેડ્ડીને સમુદાયના નેતા તરીકે આરોગ્ય સેવાઓ માટે તેમની પરોપકારી માનવીય ભાવનાને બિરદાવી હતી.

ડો.શ્રીનિવાસ રેડ્ડીએ કોંગ્રેસમેન રાજા કૃષ્ણમૂર્તિ અને સમારંભના યજમાનોનો તેમનું સન્માન કરવા બદલ આભાર માન્યો હતો અને ઉમેર્યું હતું કે તેઓ ભારતીય અમેરિકનોને તેમની નિયુક્ત સ્થિતિમાં પ્રતિનિધિત્વ કરવાનો પ્રયત્ન કરશે અને જ્યાં જરૂર પડશે ત્યાં સહાય પૂરી પાડવા માટે એક ચિકિત્સક તરીકેના તેમના પ્રયત્નો  ચાલુ રાખશે. તેમણે પોતાની નિમણુંક માટે ટીમવર્કને જશ આપ્યો હતો. તેવું શ્રી સુરેશ બોડીવાલાની યાદી જણાવે છે.

(6:58 pm IST)