એન. આર. આઈ. સમાચાર
News of Friday, 24th September 2021

વડાપ્રધાન તરીકેના 7 વર્ષના કાર્યકાળ દરમિયાન 7 વખત અમેરિકાની મુલાકાત : મેડિસનથી હાવ ડી મોદી સુધીની યાત્રા દરમિયાન ભારતનો જય જયકાર : એક સમય હતો જયારે અમેરિકાએ મોદીના વિઝા નામંજૂર કર્યા હતા : અને હવે આ સાતમાં પ્રવાસમાં જાજરમાન સ્વાગત

ન્યુદિલ્હી : અમેરિકાના પ્રવાસે ગયેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો  આ સાતમો પ્રવાસ છે. 2014 ની સાલમાં ભારતના વડાપ્રધાન તરીકેનો કાર્યભાળ સંભાળ્યા બાદ આ તેમની અમેરિકા ખાતેની સાતમી યાત્રા છે. તેમણે મેડિસનથી હાવ ડી મોદી સુધીની યાત્રા દરમિયાન ભારતનો જય જયકાર બોલાવી દીધો હતો.

એક સમય હતો જયારે શ્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અમેરિકાએ મોદીના વિઝા નામંજૂર કર્યા હતા .અને 2014 ની સાલમાં ભારતના વડાપ્રધાન તરીકેનો કાર્યભાળ સંભાળ્યા બાદ 2021  ની સાલ સુધીની યાત્રામાં તેમનો આ સાતમો પ્રવાસ છે.

2014 માં વડાપ્રધાન તરીકે ચૂંટાયા બાદ મોદીએ સપ્ટેમ્બરમાં અમેરિકાની પ્રથમ મુલાકાત લીધી હતી. જ્યાં મેડિસન સ્ક્વેર ગાર્ડન ખાતે હિન્દીમાં તેમનું ભાષણ, ભારતીય-અમેરિકનોથી ભરપૂર, સમાચારોમાં હતું. બરાબર એક વર્ષ પછી સપ્ટેમ્બર 2015 માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધવા અમેરિકા ગયા હતા.2016 ની સાલમાં તેમણે  બે વખત અમેરિકાની મુલાકાત લીધી, સંસદ સત્રને સંબોધ્યું હતું. 2017 માં અમેરિકાના નવનિયુક્ત પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત લીધી હતી. 2019 માં હાવ ડી મોદી કાર્યક્રમમાં હાજરી આપી હતી. અને હવે 2021 માં બિડેન સાથેની મુલાકાત ઉપર સમગ્ર વિશ્વની નજર છે. તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(11:33 am IST)