એન. આર. આઈ. સમાચાર
News of Monday, 27th July 2020

કોવિદ -19 સામેની લડત માટે ભારત સરકારે સમયસર અને યોગ્ય પગલાં ભર્યા : વસતિના પ્રમાણમાં સંક્રમિતોની સંખ્યા અને મૃત્યુની ટકાવારી અન્ય દેશો કરતાં ઓછી : ભારતના અમેરિકા ખાતેના કોન્સ્યુલ જનરલ ડો.સ્વાતિ કુલકર્ણી

વોશિંગટન : વિશ્વમાં કોરોના વાઇરસના હાહાકાર વચ્ચે ભારત દેશે શું પગલાં લીધા તેવા પત્રકારોના પ્રશ્નના જવાબમાં  ભારતના અમેરિકા ખાતેના કોન્સ્યુલ જનરલ ડો.સ્વાતિ કુલકર્ણીએ જણાવ્યું હતું કે કોવિદ -19 સામેની લડત માટે ભારત સરકારે સમયસર અને યોગ્ય પગલાં ભર્યા છે.તેમજ  વસતિના પ્રમાણમાં સંક્રમિતોની  સંખ્યા અને મૃત્યુની ટકાવારી ભારતમાં અન્ય દેશો કરતાં ઓછી જોવા મળી છે.
સંક્રમિતોની સારવાર અંગે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સમગ્ર દેશમાં સંક્રમિતોને યોગ્ય અને પૂરતી સારવાર અપાઈ રહી છે.વોરંટીયર્સ માટે પણ પૂરતા પ્રમાણમાં પી.પી.ઈ.કીટની વ્યવસ્થા કરાઈ છે.
વંદે ભારત મિશન અંતર્ગત 6 લાખ જેટલા ભારતીયો વતનમાં પરત આવી શક્યા છે તેવું તેમણે ઉમેર્યું હતું

(8:01 pm IST)