એન. આર. આઈ. સમાચાર
News of Monday, 27th July 2020

60 થી વધુ દેશો ચીનની વિરુદ્ધમાં : કોરોના વાઇરસનો ફેલાવો કર્યો ,દક્ષિણ ચીન મહાસાગરમાં દાદાગીરી ,અને હોંગકોંગમાં માનવ અધિકારનું હનન સહિતના મુદ્દે ડ્રેગન સામે મોરચો

યુ.એસ.: દક્ષિણ ચીન મહાસાગરમાં દાદાગીરી સાથે યુદ્ધની તૈયારી ,હોંગકોંગમાં માનવ અધિકાર ઉપર તરાપ અને સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસના ફેલાવા માટે જવાબદાર ગણાતાં ચીન ઉપર 60 જેટલા રાષ્ટ્રોએ મોરચો માંડયો છે.
અમેરિકા ,બ્રિટન ,ભારત ઓસ્ટ્રેલિયા ,સહિતના અનેક દેશો ચીન સાથે આર્થિક વહીવટ ઘટાડી  રહ્યા છે.તેમજ તેની જુદી જુદી મોબાઈલ એપ્સ કે જેના વડે તે યુઝર્સના ડેટા ચોરી લે છે તેના ઉપર પ્રતિબંધો મુકાવા લાગ્યા છે.

(1:53 pm IST)