એન. આર. આઈ. સમાચાર
News of Monday, 27th July 2020

દુબઈમાં પત્નીની હત્યા કરવા બદલ ભારતીય મૂળના યુવાનને આજીવન કેદ : ચારિત્ર્ય ઉપર શંકાનો કરૂણ અંજામ

દુબઇ : દુબઈમાં પત્નીની હત્યા કરવા બદલ ભારતીય મૂળના યુવાન 44 વર્ષીય યોગેશ સી.એસ.ને આજીવન કેદની સજા ફરમાવાઈ છે.
પ્રાપ્ત વિગત મુજબ સપ્ટેમ્બર 2019 માં આરોપીએ ધોળે દિવસે પત્ની વિદ્યા ચંદ્રનના નોકરીના સ્થળ ઉપર જઈ પાર્કિંગની જગ્યામાં છરીના ઘા મારી હત્યા કરી નાખી હતી.
પત્નીના પરિવારજનોના મત મુજબ તે પત્નીને અવારનવાર હેરાન કરતો હતો.તથા તેને પરપુરુષ સાથે લફરું હોવાની શંકા કરતો હતો.
પત્ની ઓનમઃ તહેવાર ઉજવવા ભારત જવાની હતી તેના થોડા સમય પહેલા તેની હત્યા કરાઈ હતી.જેના અનુસંધાને નામદાર કોર્ટએ પતિને ઉપરોક્ત સજા ફરમાવી હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:21 pm IST)