એન. આર. આઈ. સમાચાર
News of Monday, 27th May 2019

યુ.એસ.માં કંગ્રેશ્નલ એશિઅન પેસિફીક કોકસ (CAPAC)ની રજત જયંતિ ઉજવાઇઃ એશિઅન અમેરિકન એન્ડ પેસિફીક આઇલેન્ડ (AAPI) કોમ્યુનીટીના પ્રશ્નોને વાચા આપતા કોકસની ૨૫ વર્ષોની કામગીરીને બિરદાવતા કોંગ્રેસેમેન શ્રી રો ખન્ના

વોશીંગ્ટનઃ યુ.એસ.માં એશિઅન અમેરિકન એન્ડ પેસિફીક આઇલેન્ડર કોમ્યુનીટી (AAPI)ના પ્રશ્નોને વાચા આપી તેના નિરાકરણ માટે કાર્યરત કોંગ્રેશ્નલ એશિઅન પેસિફીક ક્રોકસ (CAPAC)ની  સ્થાપના ૨૫ વર્ષની ઉજવણી તાજેરતમાં ૧૬મે ૨૦૧૯ના રોજ કરવામાં આવી હતી.

CAPACની રજત જયંતિની ઉજવણી પ્રસંગે સેનેટર સુશ્રી કમલા હેરીસ, કોંગ્રેસમેન શ્રી રો ખન્નાએ હાજરી આપી પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતું. તથા જણાવ્યું હતું કે AAPI કોમ્યુનીટીના તમામ પ્રશ્નો જેવા કે હેલ્થકેર, શિક્ષમ, સમાનતા, સહિતના ક્ષેત્રે CAPAC છેલ્લા ૨૫ વર્ષથી કાર્યરત છે. જેમાં ૨૦ કોંગ્રેસ મેમ્બર સહિત કુલ ૭૩ મેમ્બર્સનો સમાવેશ થાય છે.

(7:51 pm IST)