એન. આર. આઈ. સમાચાર
News of Monday, 27th May 2019

યુ.એસ.માં કલા કુંજ તથા ગુજરાતી સમાજ ઓફ હયુસ્ટનના ઉપક્રમે ''ગુજરાત ડે'' ઉજવાયોઃ ૮૦૦ ઉપરાંત દર્શકોએ નોનસ્ટોપ સતત ૩ કલાક સુધી ગુજરાતી ગીત સંગીતની મોજ માણી

હયુસ્ટનઃ યુ.એસ.ના હયુસ્ટનમાં ૧૮મે ૨૦૧૯ના રોજ કલા કુંજ તથા ગુજરાતી સમાજ ઓફ હયુસ્ટનના સંયુકત ઉપક્રમે ''ગુજરાતી ડે'' ઉજવાઇ ગયો. આ દિવસે ગાતા ગુલમહોર શીર્ષક હેઠળ ગુજરાતી ગીતોને પ્રોગ્રામ યોજાયો હતો. આપો સુગમ સંગીત પ્રોગ્રામ પ્રથમવાર યોજાયો હતો. જેણે સતત ૩ કલાક સુધી ઉપસ્થિત ૮૦૦ ઉપરાંત દર્શકોને જરૂરી રાખ્યા હતા.

ગીત ગાયકો તરીકે કાશ્મીરા નાયક, સ્મિતા વસાવડા, હેમંત દવે શશાંક ત્રિવેદી, ડો. ઓમકાર દવે, રશેષ દલાલ ડો.નિલમ પટેલ, અલ્પા શાહ, ઉમા નગરશેઠ, જીજ્ઞા દોશી, તથા ઉદયન શાહ તેમજ ઓર્કેસ્ટ્રા કલાકારો તરીકે કમલ હાજી, રિષીનાયક, દિલીપ નાયક, મિનેશ પટેલ તથા આઝીઝ ખાનએ પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા.

શ્રી ગૌરાંગભાઇ નાણાંવટી શ્રી ગોપાલભાઇ સવજાણી, શ્રી સુરેશભાઇ પટેલ, તથા સુશ્રી કલ્પના નાયક ચિફ ગેસ્ટ તરીકે હાજર રહ્યા હતા.

કલાકુંજના પ્રેસિડન્ટ શ્રી રશેષ દલાલે કાર્યક્રમનું સંચાલન કર્યુ હતું. ગુજરાતી સમાજના પ્રેસિડન્ટ સુશ્રી  ગીતાબેન પટેલએ સહુનું સ્વાગત કર્યુ હતું. તથા કલાકુંજ સેક્રેટરી શ્રી વિનય વોરાએ આભાર દર્શન કર્યુ હતું. તેવું  IAN દ્વારા જાણવા મળે છે.

 

(7:49 pm IST)