એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 27th April 2019

''એક બંગલા બને ન્યારા'': અમેરિકામાં ''ઘરનું ઘર'' સ્વપ્ન સાકાર કરી રહેલા ભારતીયોઃ હોમ લોનના નીચા વ્યાજ દર તથા ઊંચા ભાડાથી બચવા કાયમી આશરો કરવાનો હેતુ

કેલિફોર્નિયાઃ ''એક બંગલા બને ન્યારા'' ભારતીય મૂળના નાગરિકો ''ઘરનું ઘર'' સ્વપ્ન સાકાર કરી રહ્યા છે. ત્યાં હોમ લોન માટેના વ્યાજના દરો નીચા હોવાથી મોંઘા ભાડાના મકાનમાં રહેવાને બદલે માલિકીનું મકાન લેવાનો વ્યાપ કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે. આ ભારતીયોમાં તેલંગણા તથા આંધ્રપ્રદેશના નાગરિકો અગ્રક્રમે છે. જેઓ કેલિફોર્નિયાથી કનેકટીકટ સુધીના વિસ્તારોમાં પ્રોપર્ટી ખરીદી રહ્યા છે.

સાથોસાથ ભારતની માફક અહીંયા પણ પ્રોપર્ટી ખરીદવામાં નફો એટલે કે ફાયદો જ છે. નુકશાનની કોઇ સંભાવના નથી. તેથી લગ્ન કર્યા પહેલા અમેરિકા ગયેલા તથા બદામાં લગ્ન કરી ઠરીઠામ થયેલા ભારતીયો સ્થાયી નિવાસ માટે પ્રોપર્ટી ખરીદી રહ્યા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.  

(8:28 pm IST)