એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 27th March 2021

અમેરિકાની 14 ટકા જેટલી વસતિ ધરાવતા ઇમિગ્રન્ટ્સ સ્થાનિક પ્રજા કરતા વધુ સ્થિર છે : ઇન્ડિયન અમેરિકન પરિવારો ટોચ ઉપર : ઇન્સ્ટિટ્યૂટ ફોર ફેમિલી સ્ટડીઝનો અહેવાલ

યુ.એસ. : ઇન્સ્ટિટ્યૂટ ફોર ફેમિલી સ્ટડીઝએ તાજેતરમાં જારી કરેલા અહેવાલમાં જણાવાયા મુજબ અમેરિકામાં 14 ટકા  એટલેકે  4.5 મિલિયન  જેટલી વસતિ  ધરાવતા ઇમિગ્રન્ટ્સ સ્થાનિક પ્રજા કરતા વધુ સ્થિર છે .

વિશ્લેષણ અનુસાર, એક જૂથ તરીકે, વસાહતી પરિવારો મૂળ વંશના અમેરિકનોના પરિવારો કરતાં વધુ સ્થિર જોવા મળ્યા છે.  ભારતીય અમેરિકનો યુ.એસ.માં નોકરી ધંધા માટે કાર્યરત  30 મોટા ભાગના ઇમિગ્રન્ટ્સ જૂથોમાં કૌટુંબિક સ્થિરતામાં ટોચ પર છે.

અહેવાલમાં વિશેષમાં જણાવાયા મુજબ ભારતીયોના લગ્ન જીવનમાં પણ સ્થિરતા જોવા મળી છે.અને છૂટાછેડાનું પ્રમાણ સ્થાનિક અમેરિકનો કરતા ઓછું છે.

માત્ર કૌટુંબિક રીતે જ નહીં શૈક્ષણિક તેમજ આર્થિક રીતે પણ ભારતીય પરિવારો અન્ય ઇમિગ્રન્ટ્સ કરતા વધુ સમૃદ્ધ જોવા મળ્યા છે.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(6:56 pm IST)