એન. આર. આઈ. સમાચાર
News of Friday, 26th March 2021

જો બિડન અમેરિકાના પ્રેસિડન્ટ બન્યા પછી દેશમાં ગેરકાયદે ઈમિગ્રન્ટ્સની સંખ્યામાં વધારો થયો : બીડેનની સતત નિષ્ક્રીયતાના કારણે સરહદની બંને બાજુથી ગેરકાયદે ઈમિગ્રન્ટ્સનો પ્રવાહ ચાલુ : મીડિયામાં પ્રસિદ્ધ થયેલા મેક્સિકોના પ્રેસિડન્ટ સહીત જુદા જુદા અગ્રણીઓના મંતવ્યો

વોશિંગટન : જો બીડેનની સતત નિષ્ક્રીયતા વચ્ચે સરહદની બંને બાજુથી ગેરકાયદેસર ઇમિગ્રેશનનો પ્રવાહ  ચાલુ છે. સંઘર્ષકાળમાં આ ઘટનાની ટીકા થઇ રહી છે. તેવું મેક્સિકોના પ્રેસિડન્ટ સહીત અમેરિકાનો હંસ હબબાર્ડ અહેવાલ જણાવે છે.

ડેઇલી કોલરના અહેવાલમાં જણાવ્યા મુજબ ગેરકાયદે ઘુસેલ એક ઇમિગ્રન્ટ એવું જણાવે છે કે તે અમેરિકામાં આવી શક્યો કારણકે જો બિડન પ્રેસિડન્ટ છે.બીડને ઈમિગ્રન્ટ્સને ફાયદા કરાવતા અનેક કરારોમાં સહી સિક્કા કર્યા છે.તેવું ન્યુસીના અહેવાલમાં જણાવાયું છે.

કોરિઅનજોન્સના મંતવ્ય મુજબ  બિડન અમેરિકામાં ઇલ્લીગલ ઈમિગ્રન્સ્ટ શબ્દનો ઉપયોગ કરવાની ના પાડે છે.સ્મૂથ મીડિયાના અહેવાલ અનુસાર બિડન એવું જણાવે છે કે ઇલ્લીગલ ઈમિગ્રન્ટસે અમેરિકાને સધ્ધર અને મજબૂત બનાવ્યું છે.તથા તે 10 મિલિયન ઉપરાંત ઇલ્લીગલ ઇમિગ્રન્ટ્સ માટે સિટિઝનશીપનો માર્ગ મોકળો કરવા માંગે છે.

22 માર્ચના રમ્બલના અહેવાલ મુજબ વાઇસ પ્રેસિડન્ટ કમલા હેરિસને જયારે પૂછવામાં આવ્યું કે તમે બોર્ડર ઉપરની મુલાકાત લેશો ? ત્યારે તેમણે  હસીને કહ્યું હતું કે આજે નહીં.

પ્રેસિડન્ટ બિડન એક વખત વાઇસ પ્રેસિડન્ટ કમલા હેરિસ માટે પ્રેસિડન્ટ શબ્દ બોલી ગયા હતા.તેમણે  ક્લાઈમેટ ચેન્જને રાષ્ટ્રીય સલામતીનો પ્રશ્ન ગણાવ્યો હતો. પ્રેસિડન્ટ જો બિડન વિષે રમ્બલ સહીત જુદા જુદા મીડિયા અહેવાલો દ્વારા ઇલ્લીગલ ઇમિગ્રન્ટ્સ વિશેના બિડનના મંતવ્યો જાણવા મળે છે.

(11:33 am IST)