News of Tuesday, 23rd March 2021
ગુજરાતી અમેરિકન સુશ્રી સ્નેહલબેન તથા શ્રી વિમલભાઈ પટેલની લાડકવાયી પુત્રી 5 વર્ષીય માયાની ચિર વિદાય : શ્રેયપોર્ટ લુસિયાના ખાતે 21 માર્ચ રવિવારે અંતિમ શ્વાસ લીધા
લુસિયાના : યુ.એસ.માં શ્રેયપોર્ટ લુસિયાના સ્થિત ગુજરાતી અમેરિકન સુશ્રી સ્નેહલબેન તથા શ્રી વિમલભાઈ પટેલની લાડકવાયી પુત્રી 5 વર્ષીય માયાએ ચિર વિદાય લીધી છે. તેણે 21 માર્ચ રવિવારના રોજ અંતિમ શ્વાસ લીધા હતા.
સ્નેહલબેન ગુજરાતના પારડી ( અરાક ) ગામના શ્રી ચીમનભાઈ બેચરભાઈ પટેલના પુત્રી છે.
સ્નેહલબેનના પરિવારને ન પુરી શકાય તેવી ખોટ પડી છે.પરમ કૃપાળુ પરમાત્મા સદગત માયાના પરમ પવિત્ર આત્માને શાંતિ આપે તથા તેના પરિવારને આઘાત જીરવવાની શક્તિ આપે તેવી પ્રાર્થના .
ૐ શાંતિ : ૐ શાંતિ : ૐ શાંતિ : જય શ્રીકૃષ્ણ
(12:06 pm IST)