News of Friday, 27th March 2020
કોરોના વાઇરસ સબંધે ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ અને અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે સુલેહભરી વાતચીત : સાથે મળીને મહામારીને મહાત કરીશું
વોશિંગટન : હજુ થોડા દિવસ પહેલા કોરોના વાઇરસને ચાઈનીઝ વાઇરસ ગણાવનાર અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ આજરોજ ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. જે સુલેહભરી નીવડતા તેમણે આ વાઇરસને નાથવા ચીને કરેલા પ્રયાસને બિરદાવ્યો છે.તથા આ મહામારીને સાથે મળીને મહાત કરીશું તેવો પરસ્પરને કોલ આપ્યો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
(12:34 pm IST)