એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 27th March 2019

યુ.એસ.ના વોશીંગ્ટનમાં ઇન્ડિયન અમેરિકન ઉપર હુમલાના આરોપીને પાંચ વર્ષની જેલસજાઃ ૨૦૧૭ની સાલમાં સંદીપ રે ઉપર હુમલો કરી,'બ્લેકી'નું સંબોધન કરી ઢોરમાર માર્યો હતોઃ વતનમાં પાછા જતા રહેવાનું કહ્યુ હતું

વોશીંગ્ટનઃ અમેરિકાના સીટલે વોશિંગ્ટનમાં ૮ સપ્ટેં.૨૦૧૭ના રોજ કિર્કલેન્ડ સેઇફવે પાર્કિગ લોટમાં ઇન્ડિયન અમેરિકન સંદીપ રે ઉપર હુમલો કરી તેમને મરણતોલ માર મારવા બદલ હેટ ક્રાઇમ આરોપી વિલીયમ ક્રાફટને કોર્ટએ પાંચ વર્ષની જેલસજા ફરમાવી છે.

ઉપરોકત દિવસે પાર્કિગ લોટમાં સંદિપ રે ઉપર હુમલો કરનાર આરોપીએ તેને વતનમાં પાછા જતા રહેવા તથા બ્લેકી તરીકે સંબોધન કરી ઢોરમાર માર્યો હતો  તથા તેની પાસે રહેલા પીઝા પડાવી લીધા હતા. કોર્ટ કેસ દરમિયાન આરોપીની માતાએ પોતાનો પુત્ર માનસિક રીતે સ્વસ્થ ન હોવાનું જણાવ્યું હતું. આરોપી ઉપર આ અગાઉ પણ કોર્ટ કેસ થયેલા છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:03 pm IST)