એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 27th March 2019

યુ.એસ.માં " એકલ હ્યુસ્ટન ચેપટર " પ્રેસિડન્ટ તરીકે શ્રી યોગેશ ( યોગી ) પટેલની નિમણુંક : 2019-20 ની સાલ માટે જવાબદારી સંભાળશે

હ્યુસ્ટન : ઇન્ડિયન અમેરિકન ડોનર તથા સોશિઅલ વર્કર શ્રી યોગેશ  ( યોગી ) પટેલની નિમણુંક યુ.એસ.સ્થિત " એકલ હ્યુસ્ટન ચેપટર "  પ્રેસિડન્ટ તરીકે થઇ છે.તેઓ 2019-20 ની સાલ માટે જવાબદારી સંભાળશે

ભારતના અંતરિયાળ વિસ્તારોના જરૂરિયાતમંદ બાળકોના શિક્ષણ માટે કાર્યરત આ ઓર્ગેનાઈઝેશનને શ્રી પટેલની  સામાજિક સેવાઓના અનુભવનો લાભ મળશે આ અગાઉ તેમણે 2018 ની સાલમાં એકલના લાભાર્થે હ્યુસ્ટનમાં યોજાયેલ ફંડ રાઇઝિંગ પ્રોગ્રામમાં સંચાલનની જવાબદારી સાંભળી  1.5 મિલિયન ડોલર ભેગા કરી દીધા હતા.આગામી દિવસોમાં 1 જૂન 2019 ના રોજ તેમના પ્રેસિડન્ટ પદ હેઠળ યોજાનારા ફંડ રાઇઝિંગ પ્રોગ્રામમાં ભારતથી બૉલીવુડ કલાકારોને બોલાવી વધુમાં વધુ ફંડ ભેગું કરવાનું આયોજન કરાયું છે.તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(12:40 pm IST)